ફરી એક વખત મસીહા સાબિત થયો સોનું સુદ, “અમે તારા પિતાને મરવા નહીં દઈએ…” AIIMSમાં દાખલ દર્દીના પુત્રને આપ્યું વચન

Sonu Sud helped the young man: બોલીવૂડના એકટર સોનૂ સૂદે કોરોના મહામારી દરમિયાન સેંકડો લોકોની મદદ કરી છે. સોનૂ સુદને તેના કારણે ભારે લોકપ્રિયતા પણ મળી છે. ત્યારે હાલમાં ફરી એક વખત મસીહા સાબિત થયો છે. AIIMSમાં દર્દીઓની વધતી ભીડને કારણે એક પુત્રએ પિતાનો જીવ બચાવવા માટે સોશિયલ મીડિયા પર આજીજી કરવી પડી હતી. ટ્વીટર યુઝર પલ્લવ સિંહે તેમના પિતાની બગડતી તબિયતને લઇ દિલ્હી ખાતે આવેલ એઈમ્સમાં હાર્ટ સર્જરી માટે લેવાયેલા સમયના પડકારોની પીડા શેર કરી હતી અને ટ્વિટર પર તેમને પોસ્ટ કરી હતી અને પોસ્ટ કર્યાના થોડી જ વારમાં આ પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. આ પોસ્ટ વાઈરલ થતાં જ અભિનેતા સોનુ સૂદે પ્રતિક્રિયા આપી અને શક્ય તમામ મદદની(Sonu Sud helped the young man) ખાતરી આપી છે. સોનુ સૂદે ટ્વિટર પર લખ્યું- ભાઈ અમે તારા પિતાને મરવા નહીં દઈએ.

ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી પલ્લવે પોતાનું દર્દ શેર કરતી પોસ્ટ કરી હતી. તેણે જણાવ્યું કે, તેના પિતાનું હૃદય માત્ર 20 ટકા જ કામ કરે છે. AIIMSની કતારમાં રહેલા પલ્લવે પોસ્ટ કરી અને લખ્યું – “જો મારા પિતાને તાત્કાલિક યોગ્ય સારવાર નહિ મળે તો મારા પિતાનું ટૂંક સમયમાં મૃત્યુ થશે. હા, હું જાણું છું કે હું શું કહું છું.પરંતુ હું એઇમ્સની લાંબી લાઈનમાં ઉભો છું.પલ્લવે આગળ લખ્યું- “હું ભારતના મધ્યમ વર્ગના પરિવારમાંથી છું જે ભારતની બહુમતી વસ્તી છે. “મને નથી લાગતું કે હું મારા પિતાને બચાવી શકીશ.”

સર્જરી માટે લાંબા સમય સુધી રાહ જોવાની સમસ્યાને શેર કરતા, પલ્લવે કહ્યું કે, મારો પરિવાર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે કારણ કે તેઓને નાણાકીય રીતે તેમના પિતાની સંભાળ પરવડી શકે તેમ નથી.ત્યારે આ પોસ્ટ બાદ ઘણા યુઝર્સ પણ પલ્લવની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે ક્રાઉડફંડિંગનો વિચાર વ્યક્ત કર્યો છે. એક વ્યક્તિએ એમ પણ કહ્યું કે આ મામલો આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા સુધી પહોંચ્યો છે. ઘણા યુઝર્સે તેને સારવાર અને મદદ માટે મુંબઈ આવવા કહ્યું છે.

આ પહેલા પલ્લવની પોસ્ટનો જવાબ આપતાં એઈમ્સ દિલ્હીએ લખ્યું- AIIMS નવી દિલ્હીને જાણવા મળ્યું છે કે, કાર્ડિયોલોજી ઓપીડીમાં રજીસ્ટ્રેશન કરાવનાર દર્દીને રાહ જોવામાં કેટલીક સમસ્યાઓ હતી. અમે દર્દીના પુત્રને બોલાવ્યા. અને હવે અમને જાણવા મળ્યું કે દર્દી હવે યુપીના દેવરિયામાં તેના ગામમાં છે અને પોતાના ઘરે શાંતિથી રહે છે.

વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ તેના પિતાને કોઈ સમસ્યા અનુભવાય અને આ ક્ષણે કોઈ મદદની જરૂર હોય, ત્યારે તેઓ વધુ સારવાર માટે એઈમ્સમાં આવી શકે છે. અમે તેમને હંમેશા સહાયતા કરીશું.દર્દીના પુત્રએ ટ્વીટ કર્યા પછી તરત જ, અમે તેમને ટ્વિટર (x) પર અમારો હેલ્પલાઇન નંબર આપ્યો. જોકે, આ પોસ્ટનો જવાબ આપતાં પલ્લવે કહ્યું કે, તે દેવરિયામાં નથી. તેણે લખ્યું- હું દિલ્હીમાં છું, દેવરિયામાં નહીં. અને સંબંધિત સ્ટાફ સાથે સારી રીતે વાતચીત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *