ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારી બાદ 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે અને હવે દિવાળી(Diwali-2021)ના તહેવારો ખુબ જ નજીક આવી રહ્યા છે. જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે શાળા-કોલેજો(School-colleges)માં ફરી વેકેશનની રજા(Vacation leave) પડવાની તમામ તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ચાલુ વર્ષે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Education Minister Jitu vaghani)એ વિધાર્થીઓના વેકેશનની રજાઓને લઈને મોટો નિર્ણય(Big decision) લીધો છે.
જાણો શું કહ્યું રાજ્યના શિક્ષણમંત્રીએ?
શિક્ષણમંત્રી જીતું વાઘાણી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને લખતા કહ્યું છે કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત અનુસાર છેલ્લા 2 વર્ષથી 13 દિવસનું જ દિવાળી વેકેશન હતું. ત્યારે હવે આ દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તે રજાઓમાં 8 દિવસનો વધારો કરીને હવે આ વેકેશન 21 દિવસનું કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટર પર લખતા કહ્યું છે કે, દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દિવાળી વેકેશનના દિવસોમાં થશે વધારો:
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતના શાળાઓમાં પ્રથમ સત્ર દરમિયાન અભ્યાસના 117 દિવસ રહેશે અને જોવા જઈએ તો બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ કરવામાં આવશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન કુલ 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.