Sabarmati Express Train Accident: હજુ બે દિવસ પહેલા જ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેન નંબર (12935)ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. ત્યારે શુક્રવારે મોડી રાતે લગભગ 2:30 વાગ્યે ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી(Sabarmati Express Train Accident) ખડી પડ્યા હતા. જોકે મોટી જાનહાની ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ આવી રહી હતી. આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટનાને લઈને મહત્ત્વની અપડેટ સોશિયલ મીડિયા એક્સ પર આપી હતી.
સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
કાનપુરના ગોવિંદપુરી સ્ટેશન પાસે 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. હાલમાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. રેલવે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ જણાવ્યું કે આ અકસ્માત પથ્થર સાથે અથડાવાને કારણે થયો હતો. અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી મધ્યપ્રદેશના બુંદેલખંડ જતી ટ્રેનો રદ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા.
અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા
સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટનામાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા સામે આવી છે. અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરી જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મેમુ ટ્રેનની વ્યવસ્થા કરી
બીજી તરફ એડીએમ સિટી કાનપુર રાકેશ વર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, 22 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે, પરંતુ કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને બસો દ્વારા કાનપુર સ્ટેશન મોકલવામાં આવી રહ્યા છે, મેમો ટ્રેન પણ આવી રહી છે. સારી વાત એ છે કે કોઈ પણ પ્રકારનું જાનહાનિ થઈ નથી.આ દુર્ઘટના બાદ કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે કોના રૂટ બદલવામાં આવ્યા અને કઈ ટ્રેનો રદ કરવામાં આવી.
IB કરી રહી છે તપાસઃ રેલવે મંત્રી
રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું છે કે દુર્ઘટનાના પુરાવા સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે. આઈબી અને યુપી પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે. આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. મુસાફરો માટે અમદાવાદ માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને બસ દ્વારા કાનપુર મોકલવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળ અને કંટ્રોલ ઓફિસ પર હાજર છે આ દરમિયાન, અકસ્માત ટ્રેન નંબર 19168 રવાના કરવામાં આવી છે. મુસાફરોની મદદ માટે રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.
Uttar Pradesh | Train number 19168, Sabarmati Express derailed in a block section between Kanpur and Bhimsen station. No injuries to anyone were reported from the site. Buses have reached the site to take the passengers to Kanpur: Indian Railways
(Source – Indian Railways) pic.twitter.com/vYGmTgDthv
— ANI (@ANI) August 17, 2024
રેલ્વે દ્વારા જારી કરવામાં આવ્યા હેલ્પલાઈન નંબર
– પ્રયાગરાજ 0532-2408128, 0532-2407353
– કાનપુર 0512-2323018, 0512-2323015
– મિર્ઝાપુર 054422200097
– ઈટાવા 7525001249
– ટુંડલા 7392959702
– અમદાવાદ 07922113977
– બનારસ સિટી 8303994411
– ગોરખપુર 0551-2208088
આ ટ્રેનો રદ કરવામાં આવી છે
(1) 01823/01824 (વી ઝાંસી-લખનૌ) JCO 17.08.24
(2) 11109 (વી ઝાંસી-લખનૌ જંકશન) JCO 17.08.24
(3) 01802/01801 (કાનપુર-માણિકપુર) JCO 17.08.24
(4) 01814/01813 (કાનપુર-વી ઝાંસી) JCO 17.08.24
(5) 01887/01888 (ગ્વાલિયર-ઇટાવા) JCO 17.08.24
(6) 01889/01890 (ગ્વાલિયર-ભીંડ) JCO 17.08.24
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App