સમગ્ર ભારતમાં કોરોનાની ગતિ બેકાબુ બની રહી છે અને આગામી સમયમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ કહી શકશે. કોરોના કેટલાય લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. જયારે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે અને સ્થિતિ ખુબ જ ગંભીર બની રહી છે, લોકોના મૃતદેહને લઇ જવા માટે એમ્બ્યુલન્સ પણ મળતી નથી જેને લીધે 1 એમ્બ્યુલન્સમાં એક સાથે 2 ડર્ઝન જેટલા મૃતદેહો ઠુંસીને સ્મશાનગૃહ અને કબ્રસ્તાનમાં લઇ જવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રના બીડ જીલ્લાના અંબાજોગાઇની સ્વામી રામાનંદ તીર્થ હોસ્પીટલમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલ 22 જેટલા દર્દીઓના મૃતદેહને 1 જ એમ્બ્યુલન્સમાં કબ્રસ્તાન લઇ જવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલ દ્વારા દલીલ કરવામાં આવે છે કે તેમની પાસે એમ્બ્યુલન્સ નથી એટલે 1 જ એમ્બ્યુલન્સમાં વધારે પ્રમાણમાં દર્દીઓને લઇ જવામાં આવે છે. આ સમગ્ર ઘટનાના ફોટો સામે આવ્યા પછી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. અંબાજોગાઇ તાલુકામાં પણ પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. જેમને લીધે અહી આવેલ સ્વારાતી હોસ્પિટલ ઉપર ખુબ દબાણ કરવામાં આવી રહ્યું છે. અને સાથે પાડોશી તાલુકાના દર્દીઓને સ્વારાતી હોસ્પિટલ અને લોખંડી સાવરગાંવ કોવીડ સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે. વધી રહેલા કોરોના સંક્રમણને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જેને કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે.
સત્તત વધી રહેલા મૃત્યુના આકડાઓને કારણે હોસ્પીટલના વહીવટ તંત્રની પણ પોલ ખુલી ગઈ છે. તારીખ 25 એપ્રિલના રોજ, 22 જેટલા દર્દીઓના મૃતદેહને એક જ એમ્બ્યુલન્સ દ્વારા કબ્રસ્તાન સુધી લઇ જવામાં આવ્યા હતા. જેવી રીતે આ 22 મૃતદેહોને કબ્રસ્તાનમાં લઇ જવામાં આવી રહ્યા હતા તે ખુબ જ ગંભીર બાબત કહી શકાય. આ આઘાતજનક લાગતા ફોટોને જોઈને લોકો વહીવટી તંત્ર સામે ભારે રોષ દાખવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.