નોકરી અપાવવાની લાલચ આપીને પોલીસ અધિકારીએ જ મહિલા પર આચર્યું દુષ્કર્મ- જાણો ક્યાંની છે ઘટના 

જોવા જઈએ તો અવાર નવાર કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને લાલચ આપીને તે વ્યક્તિનું કોઈને કોઈ રીતે શોષણ કરતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના પંજાબથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

પંજાબના લુધિયાણા વિસ્તારથી દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસ અધિકારીએ મહિલાને નોકરી અપાવવાની લાલચ આપીને તેમની સાથે લાંબા સમય સુધી શારીરિક શોષણ કર્યું હતું તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસ અધિકાર પર લાગેલા આ ગંભીર આરોપને કારણે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.

દુષ્કર્મથી પીડિત યુવતી નેશનલ વેટલિફ્ટિંગની ખેલાડી છે અને આ યુવતી પોલીસ કમિશનર પાસે ન્યાય માટેની માંગણી કરી છે. જેને લઈને વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ કેસ બાબતે કડકાઈથી તપાસ કરવાનું કહ્યું છે.

યુવતી નેશનલ વેટલિફ્ટિંગ ખેલાડીએ પોલીસ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો જેને લઈને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. પીડિત યુવતીના કહ્યું અનુસાર પોલીસ અધિકારીએ તેને ર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. પોલીસ અધિકારી તેમને ખાનગી હોટેલમાં બોલાવીને તેમનું વારંવાર શોષણ કરતા હતા.

પીડિત યુવતીના કહેવા અનુસાર પોલીસ અધિકારીએ તેનો એક અશ્લીલ અને ખરાબ વિડીઓ પણ બનાવ્યો હતો. જેના દ્વારા તે પોલીસ અધિકારી મને વારંવાર બ્લેકમેલ કરીને મારું શારીરિક શોષણ કરતા હતા. યુવતીને તેમની સાથે જે કઈ થઇ રહ્યું છે તે ખોટું થઇ રહ્યું છે તેની ખબર પડી ત્યારે તેમનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તે પોલીસ અધિકારી તેમનો ઉતારવામાં આવેલ અશ્લીલ વિડીઓ બતાવીને તેમને બ્લેકમેલ કરતો હતો.

પોલીસ કમિશનરે આ કેસની કડકાઈથી તપાસ કરવા માટે એક મહિલા અધિકારીને નિયુક્ત કર્યા છે અને સમગ્ર કેસની તપાસ માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *