દેશના હજારો ડોકટરોએ લખ્યો પ્રધાનમંત્રીને પત્ર, પત્રમાં એવું લખ્યું હતું કે…

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. ઘણાં દેશ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં તો પરિસ્થિતિમાં માંડ-માંડ સુધારો થયો, ત્યાં તો ફરી વાર લૉકડાઉન કરવાની ફરજ પડી છે. આવાં સમયની વચ્ચે બ્રિટનના બાળરોગ નિષ્ણાત ડૉક્ટરોએ PM બોરિસ જ્હોન્સનને પત્ર લખીને માંગણી કરી છે કે, દેશનાં ગરીબ બાળકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે.

‘રોયલ કૉલેજ ઑફ પીડિયાટ્રિક્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થ’ ના કુલ 2,200 ડૉક્ટરોએ PM જ્હોન્સનને પત્રમાં લખતાં જણાવ્યું છે કે, બ્રિટનમાં આવેલ મોટાભાગની શાળાઓમાં સોમવારથી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. આ કારણસર દેશનાં અંદાજે 40 લાખ બાળકોને પૂરતું ભોજન મળી શકશે નહી.

કારણ કે, તેઓ માત્ર સ્કૂલમાંથી આપવામાં આવતા ભોજન પર જ નિર્ભર રહેલાં છે. બીજી બાજુ કોરોનાને લીધે હજારો લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે ઘણાં પરિવારો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. જે પરિવારો પહેલા આસાનીથી ગુજરાન ચલાવી રહ્યાં હતા તેઓ હાલમાં તેઓ કલાકો સુધી કામ કર્યા બાદ પણ ભૂખ્યા રહે છે.

આવી પરિસ્થિતિમાં બાળકોને રજા પર મોકલી દેવા અયોગ્ય બાબત છે. આ ગરીબ બાળકોની માટે સરકારે પોષણયુક્ત ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો શાળાઓ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. ડૉક્ટરોએ PM જ્હોન્સનને લખેલ પત્રમાં માન્ચેસ્ટરના ફૂટબોલર માર્ક્સ રેશફોર્ડની પ્રશંસા કરતા લખ્યું છે કે, બાળગરીબીની વિરુદ્ધ રેશફોર્ડની પહેલ સરાહનીય છે. તેઓ ગરીબ બાળકોને મફતમાં ભોજન આપી રહ્યા છે. હવે એમની સાથે ઘણાં ડૉક્ટરો જોડાઈ ચૂક્યા છે.

‘કોઈ બાળક ભૂખ્યું ન રહે’ એવી પિટિશન પર કુલ 9 લાખ હસ્તાક્ષર :
માન્ચેસ્ટર યુનાઈટેડના માત્ર 22 વર્ષનાં સ્ટ્રાઈકર માર્ક્સ રેશફોર્ડે ભૂખ્યાં રહેતાં બાળકોને ભોજન આપવાની પહેલની શરૂઆત કરી છે. એને નામ આપવામાં આવ્યું છે, ‘કોઈ બાળક ભૂખ્યું ન રહે’. આ મુદ્દે માર્ક્સે જૂન માસમાં બ્રિટિશ સાંસદને પત્ર લખીને માંગણી કરવામાં આવી હતી કે, સરકારે સ્કૂલમાં અભ્યાસ કરતાં ગરીબ બાળકોને નિ:શુલ્ક ભોજન આપવું જોઈએ.’ ત્યારબાદ સરકારે એનો અમલ પણ કર્યો હતો પણ થોડા દિવસ બાદ નિર્ણય બદલી નાંખવામાં આવ્યો હતો. આ કારણોસર રેશફોર્ડે ઓનલાઈન પિટીશનની શરૂઆત કરી હતી, જેના સમર્થનમાં સોમવાર સુધીમાં કુલ 9 લાખ લોકો હસ્તાક્ષર કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *