હે ભગવાન! મહિલાની આંખમાંથી નીકળી એવી વસ્તુ કે, ડોકટરના પણ ઉડી ગયા હોશ- હિંમતવાળા જ જોવે આ વિડીયો

કોન્ટેક્ટ લેન્સ(Contact lenses) ચશ્મા કરતાં વધુ અનુકૂળ માનવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે ચશ્મા કરતાં કોન્ટેક્ટ લેન્સ પર  હવામાન ઓછી અસર કરે છે, ચશ્મા…

કોન્ટેક્ટ લેન્સ(Contact lenses) ચશ્મા કરતાં વધુ અનુકૂળ માનવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે ચશ્મા કરતાં કોન્ટેક્ટ લેન્સ પર  હવામાન ઓછી અસર કરે છે, ચશ્મા કરતા લેન્સ દ્વારા વધુ વિસ્તાર જોઈ શકે છે. ત્યારે બજારમાં ઘણા પ્રકારના કોન્ટેક્ટ લેન્સ ઉપલબ્ધ છે. કેટલાક લોકો શોખ માટે રંગીન કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. હાલમાં જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાની આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ કાઢવામાં આવ્યા છે. આ લેન્સ વિશે એવું કહેવાય છે કે તે તેના કોન્ટેક્ટ લેન્સ કાઢવાનું ભૂલી ગઈ હતી.

આંખે દેખાવાનું બંધ થયું હતું:
વાસ્તવમાં એક મહિલાને આંખોથી જોવામાં તકલીફ અને પીડા થઈ રહી હતી. જ્યારે મુશ્કેલી વધી તો મહિલા ડોક્ટર પાસે ગઈ અને તેને પોતાની સમસ્યા જણાવી. ડોકટરો વિચારવા લાગ્યા કે કદાચ આંખમાં લેન્સનો ટુકડો ફસાઈ ગયો છે, કોર્નિયા પર ખંજવાળ આવી છે, ઈન્ફેક્શન છે કે મેકઅપનો ટુકડો ફસાઈ ગયો છે. પરંતુ જ્યારે ડોક્ટરે તેની આંખ જોઈ તો કંઈ બહાર ન આવ્યું કે ડોક્ટરે તરત જ તેના સ્ટાફને બોલાવ્યો અને વીડિયો બનાવ્યો કારણ કે તેણે આ વાત કોઈને કહી તો પણ કોઈ તેની વાત માનશે નહીં.

કેલિફોર્નિયાના ડોકટર કેટેરીના કુર્તીવાએ બનાવેલો વીડિયો વાયરલ થયો છે. મહિલાએ જણાવ્યું કે તે છેલ્લા 30 વર્ષથી કોન્ટેક્ટ લેન્સ પહેરે છે અને થોડા સમયથી તે સૂતા પહેલા કોન્ટેક્ટ લેન્સ કાઢવાનું ભૂલી ગઈ હતી.

આવો કિસ્સો જીવનમાં પહેલીવાર આવ્યો હતો:
ડો. કેટેરીના કુર્તીવાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ‘મેં દર્દીની આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ કાઢી નાખ્યા છે. આ મારા માટે એકદમ નવો કેસ હતો. પરંતુ દર્દી પોતાની આંખોની રોશની પણ ગુમાવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ રાત્રે કોન્ટેક્ટ લેન્સ કાઢવાનું ભૂલી જાય છે, તો તે સવારે તેને સમજાતું નથી કે તેણે લેન્સ પહેર્યા છે. એક મહિલા સતત 23 દિવસ સુધી લેન્સ કાઢવાનું ભૂલી ગઈ હતી અને દરરોજ સવારે ઉઠીને નવા લેન્સ પહેરતી હતી.’

તે ખૂબ જ જોખમી હતું:
ડોકટર કેટેરીના કુર્તીવાના જણાવ્યા અનુસાર, મહિલા ખૂબ જ નસીબદાર હતી કે તેની આંખોને કંઈ થયું નથી. આવા કિસ્સામાં તે તેની આંખોની રોશની ગુમાવી શકે છે જેના કારણે તે ક્યારેય જોઈ શકતી નથી. મેં મહિલાને વિનંતી કરી છે કે તે ફરીથી કોન્ટેક્ટ લેન્સ ન પહેરે અને તેની આંખોને આરામ આપે.

જો કે તે 23 કોન્ટ્રાક્ટ લેન્સ દૂર કરવાનું કેવી રીતે ભૂલી શકે તે વિશે હું કંઈ કહી શક્તિ નથી. આ એટલા માટે પણ હોઈ શકે છે કારણ કે જો તેણે 30 વર્ષથી કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હોય, તો તેને કંઈ અલગ લાગતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *