કોઈ વ્યક્તિ, મુખ્યમંત્રીના ધર્મપત્નીના બેંક ખાતા માંથી 23 લાખ ઉડાવી ગયું. જાણો વધુ

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહની પત્ની સાથે 23 લાખ રૂપિયાની ઠગાઈ નો મામલો સામે આવ્યો છે. ચોરોએ પોતાને ફોન ઉપર બેંકના પ્રબંધક જણાવીને ચોરી કરી છે.…

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહની પત્ની સાથે 23 લાખ રૂપિયાની ઠગાઈ નો મામલો સામે આવ્યો છે. ચોરોએ પોતાને ફોન ઉપર બેંકના પ્રબંધક જણાવીને ચોરી કરી છે. આ જાણકારી પોલીસ પાસેથી મળી છે. પોલીસે બુધવારે જણાવ્યું કે પટીયાલા થી કોંગ્રેસ સાંસદ કૌર સાથે ધોખા ધળી ની ઘટના થોડા દિવસો પહેલા થઈ હતી. પોલીસે કહ્યું કે ચોરને પકડી લેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફોન કોલની તપાસ કર્યા બાદ ઝારખંડના રાંચી શહેરથી પંજાબ પોલીસ દ્વારા ચોરને પકડી પાડવામાં આવ્યા.

અધિકારીએ કહ્યું કે પરણિત કૌર ને બે દિવસ પહેલાં જ ફોન આવ્યો હતો. તે સમયે તેઓ સંસદ સત્રમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. પોતાને એક રાષ્ટ્રિયકૃત બેંકના પ્રબંધક તરીકે ઓળખાણ આપી કોલ કરનાર વ્યક્તિએ પરણિત કૌર ને કહ્યું કે પગાર જમા કરવા માટે તેમણે પોતાના બેંક ખાતાની માહિતી આપવી પડશે. અધિકારીએ કહ્યું કે ચોરોએ સાંસદના બેંક ખાતાની બધી જ માહિતી જેવી કે એટીએમ પીન, cvv નંબર અને ઓટીપી પણ પ્રાપ્ત કરી લીધો.

પોલીસના જણાવ્યા મુજબ પરણિત કૌર ને તેમના ફોનમાં એક મેસેજ આવ્યો કે તેમના ખાતામાંથી 23 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. ત્યારબાદ તેમણે પોલીસને આ ઘટનાની જાણ કરી. પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધ્યક્ષ મનદીપ સિંહે જણાવ્યું કે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને પંજાબ પોલીસની એક ટીમ તેમને ઝારખંડથી પંજાબ લાવી રહી છે.

જો કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટીના નેતા અને એક સાંસદ તરીકે પરણિત કૌર સાથે છેતરપિંડી થતી હોય તો એક સામાન્ય નાગરિકે આ બાબતે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *