ભાજપ ઉમેદવારે મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ બાબતે આપ્યું શરમજનક નિવેદન, વાંચો વધુ

ભોપાલ લોકસભા સીટ પરના બીજેપી ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરે 2008માં મુંબઈના આતંકી હુમલામાં શહીદ થયેલ હેમંત કરકરે પર વિવાદીત ટિપ્પણી કરી. કોંગ્રેસે તેને દેશના દરેક સૈનિકોનો…

ભોપાલ લોકસભા સીટ પરના બીજેપી ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરે 2008માં મુંબઈના આતંકી હુમલામાં શહીદ થયેલ હેમંત કરકરે પર વિવાદીત ટિપ્પણી કરી. કોંગ્રેસે તેને દેશના દરેક સૈનિકોનો અપમાન જણાવી માફી માગવાની માંગ કરી. હેમંત કર કરે મુંબઈ એટીએસ ચીફ રહીને 2008ના માલેગામ બ્લાસ્ટની તપાસ કરી હતી. આ મામલામાં મુખ્ય આરોપી ભાજપના લોકસભાના ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુર હતા. આ કારણે પ્રજ્ઞાને આઠ વર્ષથી પણ વધુ સમય જેલમાં વિતાવવો પડ્યો હતો.

પ્રજ્ઞા એ હેમંત કરકરે વિશે કહ્યું કે,” મે( મુંબઇ એટીએસ ચીફ હેમંત કરકરે) ને કહ્યું હતું કે તારો સર્વનાશ થશે. ફીટ સવા મહિને સુતક લાગે છે. જે દિવસે હું જેલમાં ગઈ હતી તે જ દિવસે તેને સૂતક લાગી ગયું હતું અને ઠીક સવા મહિને તે જ દિવસે આતંકવાદીઓએ તેને મારી નાખ્યો હતો, તે દિવસે તેનો અંત થયો.”

માલેગાંવ બ્લાસ્ટ મામલામાં એનઆઇએ એ 2015માં પ્રજ્ઞા ને ક્લિનચીટ આપી હતી. પરંતુ ટ્રાયલ કોર્ટે તેમને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. એનઆઈએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રજ્ઞા વિરુદ્ધ કોઇ સબૂત નથી. પરંતુ કોર્ટે કહ્યું કે આ વાતને સ્વીકારી મુશ્કેલ છે જ્યારે કે બ્લાસ્ટમાં પ્રજ્ઞાના મોટર સાયકલનો ઉપયોગ થયો હતો.

આ કેસમાં 2017માં પ્રજ્ઞા ને જામીન મળી ગયા હતા. તે દરમિયાન કોર્ટે કહ્યું કે પહેલી નજરમાં પ્રગ્ના વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી. એ સાથે જ કહ્યું કે પ્રત્યેક મહિલા છે જેમણે 8 વર્ષ જેલમાં વિતાવ્યા છે અને તેઓ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે.

તે સમયની મેડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રજ્ઞા સહારા વગર ચાલી પણ નથી શકતી. પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ કે તેમને ચાલો ફરવા માં કોઈ પણ તકલીફ નથી અને તેઓ સંસદના ઉમેદવાર પણ છે.

આમ સૈનિકોના નામે વોટ માગતી પાર્ટી ભાજપ નાજ ઉમેદવારો શહીદો ની મજાક ઉડાવી રહ્યા છે. ખોટું બોલીને જામીન લઈ આજે ભાજપના ઉમેદવારો સાંસદ સભ્યની ચૂંટણી લડી રહ્યા છે. આ પરથી તમારા નક્કી કરવું જોઈએ કે તમારે કોને વોટ આપવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *