કોરોના વાઇરસસે આખા વિશ્વમાં ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધીમાં હજારો લોકો કોરોનાની કહેરથી મૃત્યુ પામ્યા છે. અને હજુ આ આંકડો વધે તેની સંભવના છે. હાલ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કોરોનાની કહેરથી બચવા ઈરાનમાં 54 હજારથી વધુ કેદીઓને છોડી દેવામાં આવ્યા છે. ઈરાનના 23 સાંસદોમાં પરીક્ષણ પોઝીટીવ આવ્યા છે. ચીન પછી ઈરાનમાં કોરોના વાઈરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. દુનિયાનો સૌથી ખતરનાક કોરોનાના રોગના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખી ઈરાને 50 હજારથી વધુ કેદીઓને મુક્ત કર્યા હતા અને ઈરાનના 23 સાંસદોમા કોરાનાના રીપોર્ટસ પોઝીટીવ આવ્યા છે.
દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના વધતા જતા વિનાશ અને તેના ફેલાવાને રોકવાના દરેક પ્રયાસ ચાલી રહ્યા છે. જોકે ઈરાનના ન્યાયતંત્રના પ્રવક્તા ગોલમહસન ઇસ્માઇલીએ કેદીઓની મુક્તિ સંદર્ભે આ વાતને નકારી કાઢી છે તેમનું કહેવું છે કે આ કેદીઓની તપાસ કરવામાં આવી છે અને તેમના નમૂનાઓ નકારાત્મક હોવાનું જણાયું છે. તેઓને અસ્થાયીરૂપે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનમાં જ્યાં કેદીઓની સંખ્યા ખૂબ વધારે છે અને વધારે કેદીઓ ભરેલા છે, ત્યાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે આ પગલું અસ્થાયીરૂપે લેવામાં આવ્યું છે.
ભારતના જયપુરમાં ફરવા આવેલા ઇટાલીના 15 નાગરીકો કોરોના વાયરસથી પીડિત છે. એઇમ્સે તે વાતની પુષ્ટી કરી દીધી છે. આ 15 ઇટાલી નાગરીકો અને તેની સાથે રહેનાર એક ભારતીય ડ્રાઇવર પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. તેમને આઇટીબીપી(ITBP) દ્વારા છાવલા ખાતે તૈયાર કરવામાં આવેલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે. ઇટાલીથી કુલ 24 નાગરીકો આવ્યા હતા. જેમાંથી 15 નાગરીકોનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. આઇટીબીપી(ITBP)ના કેમ્પમાં કોરોનાગ્રસ્ત ઇટાલીયન નાગરીકોને અલગ આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને આરોગ્ય મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે તેમની સારવાર કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.