જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના થઈ છે. કેશવન વિસ્તારમાં યાત્રિઓથી ભરેલી એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 13 લોકોને ઈજા પહોંચી છે. દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યા હજુ વધી શકે છે. ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યૂ ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત યાત્રિઓને આપની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળે પોલીસ અને બચાવ ટીમો પહોંચી ગઈ છે. રિપોર્ટોમાં કહેવામાં આવ્યું છે કે, એક મિની બસ (JK 17- 6787) કેશવનથી કિશ્તવાડ જઈ રહી હતી. ત્યારે જ આ બસે શ્રીગિરીની પાસે રસ્તામાં કાબૂ ગુમાવતા તે એક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બસ ઓવર લોડ હતી.
Jammu & Kashmir: 5 people injured after a matador vehicle coming from Keshwan to Kishtwar fell into a gorge. The injured have been brought to a hospital. More details awaited. pic.twitter.com/GdWBOxtAzm
— ANI (@ANI) July 1, 2019
બસ ખીણમાં પડવાની દુર્ઘટના સોમવારે સવારે 8.40 વાગ્યે થઈ હતી. આ બસ કેશવનથી કિશ્તવાર તરફ જઈ રહી હતી. પોલીસ અને પ્રશાસનની મદદથી સ્થાનિક લોકો સહાય કાર્યમાં મદદ કરી રહ્યા હતા. પોલીસે કહ્યું કે, તેમની પહેલી પ્રાથમિકતા યાત્રિઓનો બચાવ સુનિશ્ચિત કરવાનો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતક યાત્રીઓના શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાય જોકે, હાલ આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની ઓળખ થઈ શકી નથી.
Jammu & Kashmir: Injured in Kishtwar road accident airlifted to Government Hospital, Jammu; 35 have died in the incident where a matador vehicle coming from Keshwan to Kishtwar fell into a gorge today. pic.twitter.com/B9cZBlH4cX
— ANI (@ANI) July 1, 2019
આ ઘટના બાદ દરેક મૃતકોને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. ને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હેલીકોપ્ટરની સેવા પૂરું પાડવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.