કેવી રીતે ગુજરાત લડશે બ્લેક ફંગસ સામે? હોસ્પીટલે માંગ્યા હતા 1000 ઇન્જેક્શન પણ મળ્યા માત્ર દોઢસો

કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત સહિતના દેશ માટે ઘણી ઘાતક બની રહી છે. જોકે, બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે. પરંતુ તેની સાથે જીવલેણ મ્યુકરમાઈકોસિસ(બ્લેક ફંગસ) બીમારી માથું ઊંચુ કરી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં આ બીમારીનાં કુલ 8848થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે માત્ર ગુજરાતમાંથી જ 2281 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ બ્લેક ફંગસના કેસ ગુજરાતમાં નોંધાયા છે. રાજ્યમાં 70 દર્દીઓના આ રોગના કારણે મોત પણ નીપજ્યા છે.

આ દરમિયાન શનિવારે અલગ-અલગ 25 હોસ્પિટલોએ ઓછામાં ઓછા 1000 મ્યુકર(બ્લેક ફંગસ)ના ઇન્જેક્શન મંગાવ્યા હતા. જેની સામે માત્ર 150 ઇન્જેક્શન જ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્મીમેરમાં દાખલ 42 દર્દીઓ માટે પણ શનિવારે ફક્ત 100 જ ઇન્જેક્શન ઉપલબ્ધ હતા. 25 દર્દીઓને ફક્ત 1 દિવસ ચાલી રહે એટલા જ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. પહેલા દિવસે સ્મીમેરમાંથી ફક્ત 150 ઇન્જેક્શન જ ખાનગી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હોવાનું સ્મીમેરના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા જાણવા મળ્યું હતું.

સિવિલમાં 2 દિવસથી ઇન્જેક્શન જ નથી
સ્મીમેરમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ મ્યુકર(બ્લેક ફંગસ)ના દર્દીઓને આપવામાં આવશે તેવી જાહેરાત દરમિયાન છેલ્લા 2 દિવસથી સિવિલમાં દાખલ 100થી વધુ દર્દીઓ માટે પણ જરૂરી ઇન્જેક્શન આવ્યા નથી. રાત્રે 280 ઇન્જેક્શન આવવાના હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ, 2 દિવસથી ઇન્જેક્શન કેમ ન આવ્યા એ બાબતે અધિકારી પાસે પણ યોગ્ય જવાબ ન હતો.

સરકારે કહ્યું 1 લાખ ઇન્જેક્શન મળશે, જથ્થા સામે સવાલો ઉઠ્યા
સરકાર દ્વારા 1 લાખ ઇન્જેક્શન ફાળવવાની જાહેરાત કરવામાં અવી હતી. આ દરમિયાન સુરતમાં ફક્ત 150 ઇન્જેક્શન આપવામાં આવેલા જથ્થા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સિવિલમાં એમ્ફોટેરિશન-બી ઇન્જેક્શન ફાળવ્યા જ નથી
સિવિલને છેલ્લા બે દિવસથી એમ્ફોટેરિશન બી ઇન્જેક્શનનો જથ્થો જ ફાળવવામાં આવ્યો નથી. જેથી હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે.

સિવિલમાં દાખલ મ્યુકરનાં દર્દીઓનું MRI મફત કરાશે
આ દરમિયાન જાણવા મળ્યું છે કે, સિવિલમાં સારવાર માટે દાખલ થનારા મ્યુકરમાઇકોસીસ(બ્લેક ફંગસ)ના દર્દીઓને હવે એમઆરઆઈ માટે ખર્ચ કરવો પડશે નહી. દાખલ મ્યુકરમાઇકોસીસ(બ્લેક ફંગસ)ના દર્દીઓને હવે એમઆરઆઈની તપાસ સિવિલના છાંયડોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. આ માટે રોગી કલ્યાણ સમિતિમાંથી છાંયડોને રૂપિયા 1 હજાર ચુકવે છે. છાંયડો દ્વારા રાહત સાથે 1900 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. દર્દીઓને મફત સારવાર જરૂરી હોવાથી આ રજૂઆત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *