અમદાવાદની શરમજનક ઘટના: ‘ભાભી અહિયાં આવો કહી યુવકે ભાભીને બાથમાં લઇ નીચે સુવડાવી…’

તાજેતરમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતા જ્યારે વાસણ ઘસી રહી હતી ત્યારે તે શખ્સ તેના ઘર સામે…

તાજેતરમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતા જ્યારે વાસણ ઘસી રહી હતી ત્યારે તે શખ્સ તેના ઘર સામે જોઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ આ શખ્સ ઘરમાં ઘૂસી ગયો અને પોતાનો ચડ્ડો કાઢીને પરિણીતાને કહ્યું, ભાભી અહીં આવો તેમ કહી બાથમાં લઈ નીચે સુવડાવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન પરિણીતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં આવી પહોચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધારવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વાસણા વિસ્તારમાં 35 વર્ષીય યુવતી તેના પતિ અને બાળકો સાથે રહે છે. પરિણીતાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે. રવિવારે સાંજે આ પરિણીતા તેના ઘરે ઉપરના રૂમમાં એકલી વાસણ ઘસી રહી હતી. આ દરમિયાન ત્યાં પાડોશમાં રહેતો દીપક નામનો શખ્સ નીચે ઉભો હતો.

દીપક અવારનવાર આ પરિણીતાના ઘરની સામે જોયા કરતો હતો. જેથી પરિણીતાએ તાના પાડોશમાં રહેતી એક મહિલાને કહ્યું કે, તમે મારા ઘરે આવો. આ દરમિયાન પાડોશી મહિલા આ પરિણીતાના ઘરમાં વસ્તુ મુકવા ગઈ ત્યાં દીપક નામનો શખ્સ અચાનક જ પરિણીતાના ઘરમાં ઘુસી આવ્યો હતો.

તે વાસણ ઘસી રહી હતી ત્યાં ઉપરના રૂમમાં આવીને તે પરિણીતાનો હાથ પકડીને પોતાની બાજુ ખેચવા લાગ્યો હતો. આ ઉપરાંત આ શખ્સે તેનો ચડ્ડો કાઢી નાખ્યો અને કહેવા લાગ્યો કે, ભાભી અહિયાં આવો અને તેને બાથમાં ભીડી લીધી બાદમાં નીચે સુવડાવવાની કોશિશ કરી રહ્યો હતો.

આ દરમિયાન પરિણીતાએ બુમાબુમ કરી હતી જેથી પાડોશમાં રહેતી મહિલાનો દીકરો તથા આસપાસના બીજા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પરિણીતાને દીપકના હાથમાંથી છોડાવીને મકાનની નીચે લઈ ગયા હતા. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરતા વાસણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિણીતાની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *