ગુજરાતમાં અવાર-નવાર ચોરી, લુંટ-ફાટ ની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરતમાં ધોળા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. સુરત શહેરના રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પાના ઘા મારીને આંગડિયા પેઢીએ રૂપિયા આપવા જતાં કેમિકલના વેપારીને લૂંટી લેવાયો હતો. તેની પાસે રહેલા અંદાજે 25 લાખની લૂંટ ચલાવીને લૂંટારું ફરાર થઈ ગયા છે. જ્યારે લૂંટની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. લૂંટારુંઓને પકડવા માટે નાકાબંધી કરી દેવામાં આવી છે.
હાલમાં સોશિયલ મીડિયામાં સુરતમાં રૂપિયા 25 લાખ રોકડાની લૂંટનો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. લૂંટનો આ બનાવ રામપુરા પોલીસ લાઈન નજીકનો છે. જેમા આંગડિયા પેઢીના કર્મચારીને ચપ્પુના ઘા મારી લૂંટ ચાલવામાં આવી હતી.
ભરચક ટ્રાફિકથી ધમધમતા રામપુરા વિસ્તારમાં દિનદહાડે 25 લાખની લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. બાઇક પર આંગડિયું કરવા જતા ઓઇલ કંપનીના બે કર્મચારીઓને આંતરી એક પર ચપ્પુથી હુમલો કર્યા બાદ લૂંટારૂં ગણતરીના સમયમાં જ અન્ય કર્મચારી પાસેથી રોકડ ભરેલી બેગ ઝૂંટવી પલાયન થઇ ગયો હતો. લાખોની લૂંટની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. નાકાબંધી કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ટ્રાફિકખથી ધમધમતા વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઇ હતી. બનાવ અંગે જાણ થતા જ લાલગેટ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત હમીદને લોખાત હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયો હતો. પોલીસે અમીનની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધ્યો હતો. શહેર પોલીસે સમગ્ર પંથકમાં નાકાબંધી કરી દીધી હતી. લાલગેટ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોતરાઇ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle