આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે વધુ એક આપઘાતની ચકચારી ઘટના વડોદરા (Vadodara)માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના તાંદલજા વિસ્તાર (Tandalja area)માં એક યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેથી જેપી રોડ પોલીસે(JP Road Police) આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો:
વાસ્તવમાં, 25 વર્ષીય યુવતી વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા નુરજહા પાર્ક ખાતે ભાડે રહેતી હતી. આ યુવતીએ અગમ્ય કારણસર ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.
ત્યારબાદ આ અંગેની જાણ જેપી રોડ પોલીસને કરવામાં આવી હતી. તેથી જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. હાલ પોલીસ પૂછપરછ દ્વારા આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.