કોટડા-જડોદર રોડ પર ડમ્પરના પૈડાં ફરી વળતા આધેડનું માથું છુંદાયુ ‘ઓમ શાંતિ’

દરરોજ ન જાણે કેટલીય અકસ્માત (Accident)ની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ઘણી વાર બીજાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડતા હોય છે. આવી જ એક કાળજું કંપાવતી ઘટના બુધવારના રોજ નખત્રાણા(Nakhtrana) તાલુકાના કોટડા જડોદર(Kotda Jadodar) પાસે બની હતી. આ ઘટનામાં ડમ્પર (Dumper)ના પૈડાં ફરી વળતા બાઈક લઈને જતા આધેડનું માથું છૂંદાઈ ગયું હતું. આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત બપોરે સવા એક વાગ્યાના અરસામાં નખત્રાણા તાલુકાના કોટડા-જડોદર રોડ પર સર્જાયો હતો. કોટડા જડોદરમાં રહેતા 52 વર્ષીય આદમ ઇબ્રાહિમ મંધરા પોતાની બાઈક નંબર જીજે 12 ઇજે 6545 લઈને ઘરે જતા હતા. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર નંબર જીજે 09 એવી 2563ના ચાલકે ટકકર મારતા બાઇક ફંગોળાઈ અને તેના પર સવાર આદમભાઈના માથા પરથી ડમ્પરના પૈડાં ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ એટલો ગંભીર હતો કે, બાઈક સવારનું મોઢું સાવ છૂદાઈ ગયું હતું. તેમજ બાઇકની પાછળ બેઠેલા સુરેશભાઈ મેરિયાને અસ્થિ ભંગની ઇજાઓ થતા સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. રાજ્ય ધોરીમાર્ગ પર બનેલી ઘટનાને પગલે પરિવાર સહિત લોકોમાં પણ અરેરાટી છવાઈ ગઈ હતી. મૃતકના પુત્ર દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોન્ધાવમાં આવી છે. જેના આધારે પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધ શરુ કરી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *