25 વર્ષીય નેશનલ લેવલ કબડ્ડી પ્લેયરે કરો આપઘાત- તેની પાછળનું કારણ જાણી તમે હચમચી ઉઠશો

આ સમયમાં છોકરીઓ પણ છોકરા સમાન બની ગઈ છે. બધા જ એવાં કામો છે. જેમાં છોકરીઓ પણ મોખરે છે. એવી જ એક કબડ્ડી પ્લેયર વિશે આજે આપણે આ સમાચારમાં જાણીશું. તમિલનાડુ(Tamil Nadu)ના કાંચીપુરમ(Kanchipuram) જિલ્લામાં રહેતી નેશનલ લેવલ(National level)ની કબડ્ડી પ્લેયર ભાનુમતીએ બુધવારે સુસાઈડ કરી લીધુ.

નેશનલ લેવલની કબડ્ડી(Kabaddi) પ્લેયર ભાનુમતી માત્ર 25 વર્ષીની જ હતી. તેણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી. રાત્રે તેમને હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ તેઓ બચી ના શકી. ભાનુમતીએ પોતાના જિલ્લા અને રાજ્ય માટે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ માટે અનેક ટુર્નામેન્ટ(Tournament)માં ભાગ લીધો હતો.

મળતી માહિતી મુજબ, જાણવા મળ્યુ છે કે તેઓને નોકરી ના મળવાના કારણે તે ખુબ જ તણાવમાં રહેતી હતી. તણાવમાં રહેવાના કારણે તેણે આ પગલું ભર્યું હતું. યુવા સ્પોર્ટસપર્સન ભાનુમતીના પિતા ધર્મરાજ શાકભાજી વિક્રેતા છે. યુવા સ્પોર્ટસપર્સન ભાનુમતી ઘરમાં સૌથી નાની હતી. મંગળવારે ભાનુમતી જ્યારે પોતાના રૂમમાં લટકેલી હાલતમાં મળ્યા ત્યારે ઘરના તેમને નજીકના પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા,

અને જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા. આ ઘટના પર પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે. ભાનુમતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ભાનુમતીના ફોનને જપ્ત કરાયો છે અને તપાસ શરૂ કરી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *