શાકભાજીની લારી પર શાક વેચતી છોકરી બની સિવિલ જજ – પરિશ્રમની કહાની સાંભળી આંખમાંથી આંસુ સરી પડશે

પુરુષાર્થ વિના સફળતા મળતી નથી અને જો તમારું મન અને ઈચ્છા હોય તો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી શકો છો. અને સફળતા…

પુરુષાર્થ વિના સફળતા મળતી નથી અને જો તમારું મન અને ઈચ્છા હોય તો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી શકો છો. અને સફળતા કોઈ સંસાધનોની મોહતાજ હોતી નથી. હાલમાંજ એક બનાવ પરથી સિધ્ધ થાય છે કે, મેહનત કરવાથી સો ટકા સફળતા મળે છે. ભારતમાં શાકભાજીની લારી પર શાક વેચતી છોકરી મેહનત અને ખંતથી ભણીને સિવિલ જજ બની ગઈ.

માતા પિતા સાથે ઘણીવાર શાકભાજીની લારીએ ઉભા રહીને શાક વેચતા વેચતા આર્થિક સંકડામણ માથી પસાર થતા થતા કઠોર પરિશ્રમને કારણે અંકિતા આજે સિવિલ જજ બની ગઈ. ભાઈ પણ છૂટક મજુરી કરીને પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. ઇન્દોરના મુસાખેડીમાં રેહતી 25 વર્ષીય અંકિતા નાગરે SC કવોટામાં 5માં ક્રમાંકે આવીને ઝળહળતી સફળતા મેળવી છે.

એક વાત જાણીને તમને આંચકો લાગશે કે અંકિતા નાગર જે પરીક્ષા પાસ કરીને સિવિલ જજ બની છે તે પરીક્ષાના ફોર્મ ભરાવના પૈસા પણ તેની પાસે ઘટતા હતા તેણીની પાસે માત્ર 500 રૂપિયા હતા અને પરીક્ષાના ફોર્મની ફી 800 રૂપિયા હતી જે પૈસા ઘટતા હતા તે તેણીની માતાએ એક દિવસ હાથલારી પર ફરીને શાકભાજી વેચીને અંકિતાને ફી પૂરી કરવામાં મદદ કરી હતી અને આજે અંકિતના સિવિલ જજ બનવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છે.

એક મીડિયા ઇન્ટરવ્યુંમાં સિવિલ જજ બનેલા અંકિતા નાગર જણાવે છે કે જન્મતાની સાથેજ તેમણે સંઘર્ષ જોયો છે અને તેમાંથી પસાર થયા છે તેઓને જ્યારથી સમજણ આવવાની શરૂઆત થઇ ત્યારથીજ તેઓએ જોયું કે માતા પિતાએ ગુજરાન ચલાવવા માટે શાકભાજીની લારીઓ ગોઠવી છે માતા ઘરના કામકાજ કરીને પિતાને તેમના કામમાં સાથ આપવા માટે પોહચી જાય છે.

શાકભાજીની લારી પર શાક વેચતા વેચતા મેહનત કરીને સિવિલ જજ બનેલા અંકિતા નાગર જણાવે છે કે, ક્યારેક સાંજના સમયે જ્યારે વધારે ભીડ રેહતી ત્યારે મે પણ શાકભાજીની લારીએ કામ કરેલું છે હું પણ ઘણીવાર ગ્રાહકોને શાકભાજી તોલી આપતી તો ઘણી વાર ગ્રાહકો પાસેથી પૈસા લેવાનું કામ કરીને માતા પિતાને મદદરૂપ થઈ છું અને જીવનમાં ખુબ સંઘર્ષ કરવો પડ્યો છે. મારા પરિવારની પરિસ્થિતિએ મને અભ્યાસમાં અવ્વલ બનવાની પ્રેરણા આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *