25 વર્ષની છોકરી 70 વર્ષના ભાભાને પરણી ગઈ, અને બાળકને જન્મ આપ્યો- જુઓ વિડીયો

એક પબમાં એક 25 વર્ષની છોકરી 70 વર્ષના વૃદ્ધને મળી. બંને પ્રેમમાં પડ્યા. પરિવાર અને મિત્રોના નારાજ હોવા છતાં બંનેએ લગ્ન કરી લીધા. પત્નીની ઉંમર…

એક પબમાં એક 25 વર્ષની છોકરી 70 વર્ષના વૃદ્ધને મળી. બંને પ્રેમમાં પડ્યા. પરિવાર અને મિત્રોના નારાજ હોવા છતાં બંનેએ લગ્ન કરી લીધા. પત્નીની ઉંમર 25 વર્ષ અને પતિની ઉંમર 70 વર્ષ છે. બંનેની ઉંમરમાં 45 વર્ષનો તફાવત છે. પરંતુ દંપતીનું કહેવું છે કે તેઓ વયના તફાવતને તેમના સંબંધો પર હાવી થવા દેતા નથી. તેમને દુનિયા તરફથી મળતા ટોણાની પણ કોઈ પરવા નથી. કેનેડા સ્થિત પતિ-પત્નીએ એક શોમાં પોતાના સંબંધો વિશે જણાવ્યું છે.

જોકે, પત્ની સ્ટેફનીએ ‘લવ ડોન્ટ જજ’ (‘Love Don’t Judge’ ) શોમાં કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યો આ સંબંધથી ખુશ નથી. સ્ટેફનીના પતિનું નામ ડોન છે. દંપતીને બે વર્ષનો પુત્ર પણ છે. સ્ટેફનીએ જણાવ્યું કે તે ડોનને લગભગ 5 વર્ષ પહેલા એક પબમાં મળી હતી. સ્ટેફની આ પબમાં કામ કરતી હતી. સ્ટેફનીના કહેવા પ્રમાણે, ડોન જ્યારે પણ પબમાં આવતો ત્યારે તે ખૂબ જ ખુશ થતી. અહીંથી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું.

પરંતુ, જેમ-જેમ લોકોને 45 વર્ષની ઉંમરના તફાવતની જાણ થઈ, ઘણા લોકો આ સંબંધ વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા. સૌથી આશ્ચર્યજનક એવા લોકો હતા જેઓ સ્ટેફનીની નજીક હતા અને જેમની ઉંમર માત્ર 20 વર્ષની આસપાસ હતી. સ્ટેફનીના જણાવ્યા પ્રમાણે – જ્યારે તેના પિતા, ભાઈ અને માતાને આ સંબંધ વિશે ખબર પડી તો તેઓ ચોંકી ગયા. તેઓને ચિંતા હતી કે સ્ટેફનીનો આ સંબંધ બહુ ઓછા સમય સુધી ટકી રહેશે.

પતિ-પત્ની લોકોની વાત પર ધ્યાન આપતા નથી
જોકે, પતિ-પત્ની લોકોની વાત પર ધ્યાન આપતા નથી. ડોને કહ્યું કે ઘણી વખત લોકો માને છે કે તે છોકરીના પિતા અને બાળકના દાદા છે, પરંતુ તેઓ તેના વિશે બહુ વિચારતા નથી. અને પોતાની લાઈફ ખુશીથી પસાર કરે છે. સ્ટેફનીએ કહ્યું કે, ઘણા લોકોને લાગે છે કે તે ડોન સાથે છે કારણ કે, તેની પાસે ખુબ રૂપિયા છે અને તેને તેના જીવન વીમાના પૈસા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *