Nails came out of the young man’s stomach: વર્ધમાન જિલ્લામાં ડોક્ટરોએ ઓપરેશન દ્વારા એક વ્યક્તિના પેટમાંથી 250 ખીલી, 35 સિક્કા અને પથ્થર કાઢ્યા છે. મંગલકોટ(Mangalkot)ના રહેવાસી શેખ મોઇનુદ્દીન(Sheikh Moinuddin) નામના વ્યક્તિના પેટમાં 250 થી વધુ ખીલીઓ(Nails came out of the young man’s stomach) 35 સિક્કા જોઈને ડૉક્ટરો પણ દંગ રહી ગયા.
કહેવામાં આવી રહ્યું છે કે, 38 વર્ષીય મોઇનુદ્દીન છેલ્લા 15 વર્ષથી માનસિક રીતે બીમાર છે. બે દિવસ પહેલા પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેને વર્ધમાનના નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ જ્યારે ડોક્ટરોએ તેના પેટનો એક્સ-રે કર્યો તો તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
જ્યારે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ડોકટરો તેના પેટમાંથી 250 ખીલી, 35 લોખંડના સિક્કા, મુઠ્ઠીભર નાના પથ્થરો બહાર કાઢ્યા. મંગલકોટના રહેવાસી 38 વર્ષીય શેખ મોઈનુદ્દીન પાંચ ભાઈઓમાં સૌથી નાના છે. તે છેલ્લા 15-16 વર્ષથી માનસિક રીતે બીમાર છે.
વર્ધમાન હોસ્પિટલના સાઇકિયાટ્રિક વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે. પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ મોઇનુદ્દીને શનિવારે સવારથી કંઈ ખાધું ન હતું. બપોરે તેણે એક ગ્લાસ દૂધ સિવાય કંઈ લીધું ન હતું અને આ દરમિયાન તેને ઉલ્ટી થવા લાગી હતી.
મોઇનુદ્દીન પરિવારના સભ્યોને વારંવાર કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેને દુખાવો થઈ રહ્યો છે. મંગળવારે પરિવાર મોઇનુદ્દીનને વર્ધમાન શહેર નજીકના એક ખાનગી નર્સિંગ હોમમાં ડૉક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરની સલાહ મુજબ મોઇનુદ્દીનના એક્સ-રેમાં ખબર પડી કે તેના પેટમાં ઘણી બધી ખીલીઓ છે. પરિવારે દાવો કર્યો હતો કે, નર્સિંગ હોમમાં કહેવામાં આવ્યું હતું કે, મોઇનુદ્દીનના ઓપરેશન માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ થશે પરંતુ પરિવારના સભ્યો આટલા પૈસા ખર્ચવા સક્ષમ ન હતા.
આ પછી બુધવારે સવારે મોઇનુદ્દીનને વર્ધમાનની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ એક્સ-રે કર્યા બાદ તેને એડમિટ કર્યો હતો. ત્યારે તેના પેટમાંથી 250 ખીલી, 35 સિક્કા અને કેટલીક પથરીઓ કાઢવામાં આવી હતી. વર્ધમાન હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તાપસ ઘોષે જણાવ્યું કે તે હાલમાં સ્વસ્થ છે. આ ઓપરેશન વર્ધમાન હોસ્પિટલની અભૂતપૂર્વ સફળતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube