કામરેજમાં ત્રિ-દિવસિય ‘ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ’ સંમેલનનું આયોજન

Published on Trishul News at 12:21 PM, Sun, 24 December 2023

Last modified on December 24th, 2023 at 12:24 PM

દિનેશ પટેલ, કામરેજ: ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ત્રિ દિવસિય ગુજરાત પ્રદેશ કાર્યકર્તા સંમેલનનું આયોજન દાદા ભગવાન મંદિર પરિષર કામરેજ ચાર રસ્તા ખાતે કરવામાં આવ્યું છે. વનવાસી સમાજની સર્વાંગી ઉન્નતિનો ધ્યેય લઈને કાર્ય કરતી સેવા સંસ્થા શિક્ષણ સેવા સંસ્કાર સમાજ જાગૃતિ સમરસતા સાંસ્કૃતિક સુરક્ષા તથા આર્થિક વિકાસના વિવિધ પ્રકરણો અને કાર્યોના માધ્યમ દ્વારા 1979થી નિરંતર ચાલે છે.(Organized ‘Gujarat Vanvasi Kalyan Parishad’ at Kamrej) સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ તથા નગર વિસ્તારમાં સેવા કાર્ય સક્રિય રીતે કરતા ભાઈ બહેનોનું સંમેલન 23 -24 -25 ડિસેમ્બર ત્રણ દિવસ માટે યોજાશે સંમેલનમાં ભજનાનંદ આશ્રમ બોટાદના સ્વામી આત્માનંદ સરસ્વતીજી હાજર રહેવાના છે.

કામરેજના દાદા ભગવાન મંદિર ખાતે આજ રોજ ત્રણ વાગ્યા આસપાસ આગામી ત્રણ દિવસ માટે યોજાનાર ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ કાર્યકર્તા સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આજ રોજથી શરૂ થયેલા વનવાસી કલ્યાણ પરિષદ સંમેલન(Organized ‘Gujarat Vanvasi Kalyan Parishad’ at Kamrej) ઉદ્ઘાટન પ્રસંગે રામમઢીના સંત મૂળદાસ બાપુ પણ હાજર રહ્યા હતા.

સુરતના લાલદાસ બાપુએ સંમેલનમાં ઉપસ્થિત વનવાસી બંધુઓને(Organized ‘Gujarat Vanvasi Kalyan Parishad’ at Kamrej) તેમની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભગવાન રામ અને માતા કેકેયી પ્રેમસ્વરૂપ ભગવાન રામે વનવાસ સ્વીકારી નર માંથી નારાયણ બની ગયા અને વનવાસી બંધુઓ સાથે 14 વર્ષ રહી શબરી માતાની મુલાકાત સહિતના પ્રસંગો પર પ્રકાશ પાડયો હતો.

સમગ્ર ગુજરાત ભરમાંથી 14 જિલ્લા અને 37 તાલુકાના વનવાસી ભાઈઓ અને બહેનો સંમેલનમાં સામેલ થયા છે.અંદાજિત 1300 જેટલા કાર્યકર્તાઓને ત્રણ દિવસ ચાલનારા સંમેલનમાં પ્રશિક્ષિત કરવામાં આવશે.પ્રશિક્ષણ સહિત સંમેલનમાં જૈવિક ખેતી એ આજના સમયની માંગ છે.રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓની આડઅસર અને તેની સામે ભારતીય જૈવિક ખેતી વિશેની સમજૂતી.

વ્યસન મુક્તિ અભિયાન વર્તમાન સમયમાં યુવાનોમા વ્યાપેલા દારૂ,ગુટખા સહિતના વ્યસનોથી યુવાધનને મુક્ત કરાવવું.વિદેશી અને વિધર્મી દ્વારા રચાતી દેશને અંદરથી તોડી ખોખલો કરનાર અલગાવવાદની સમસ્યા,ભાષાવાદ, પ્રાંત વાદ તેમજ સાંપ્રતવાદના નામે દેશને તોડવાના ષડયંત્ર રચી રાષ્ટ્રીયતા પર કુઠરાઘા કરી દેશને તોડવા સામે જનજાગૃતિ લાવવા સહિત ત્રીદિવસીય સંમેલનમાં જાગૃતિ અભિયાન રૂપ વિષયો પર પ્રકાશ પાડી કાર્યકર્તાઓને વિસ્તૃત માહિતી અપાશે.

Be the first to comment on "કામરેજમાં ત્રિ-દિવસિય ‘ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ’ સંમેલનનું આયોજન"

Leave a comment

Your email address will not be published.


*