250 ટુ-વ્હીલર બળીને ખાખ…વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં લાગી વિકરાળ આગ

Vadodara TVS Show Room Fire: ગઈકાલે રાત્રે, વડોદરા ફાયર અને ઈમરજન્સી વિભાગને ફોન આવ્યો હતો કે સિંધવાઈ માતા રોડ પર  જ્યાં તેઓ  ટીવીએસ બાઇકનો શો રૂમ (Vadodara TVS Show Room Fire) આવેલો આવેલો છે ત્યાં આગ લાગી છે. આ અંગેની જાણ થતાંની સાથે જ 10  ફાયરની ગાડીઓ  મદદ  માટે દોડી ગઈ હતી. અગ્નિશામકોએ  આગને  કાબૂમાં  લેવા અને દરેકને સુરક્ષિત રાખવા માટે ત્રણ કલાકથી  વધુ સમય સુધી સખત મહેનત કરી હતી.

શો-રૂમ માલિક ઉજ્જવલ તલાટીએ જણાવ્યું હતું કે શો-રૂમમાં લગભગ 125 નવા બાઇક અને સ્કૂટર હતા અને 125 બાઇક અને સ્કૂટર લોકો રિપેરિંગ માટે લાવ્યા હતા. દુર્ભાગ્યે, આમાંથી લગભગ 250 બાઇક અને સ્કૂટર બળી ગયા. એકંદરે, આનાથી દોઢ કરોડનું નુકસાન થયું છે અને જ્યારે આપણે બળી ગયેલા સ્પેરપાર્ટસનો સમાવેશ કરીએ છીએ, ત્યારે કુલ નુકસાન લગભગ 2 કરોડનું છે.

બાઇક, સ્કૂટર અને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગી હતી
પ્રતાપનગર-માંજલપુર તરફ જતા રોડ પર આવેલ ટીવીએસ શોરૂમમાં અચાનક આગ લાગી હતી. વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગને ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગની 10 જેટલી ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. ત્રણ કલાકથી વધુ સમય બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને લીધા પરિણામ બાઈક, સ્કૂટર અને બેટરીવાળી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને ફાયર વિભાગના આંકડા મુજબ શોરૂમમાં દોઢ કરોડથી વધુનું નુકસાન થયું હતું.

તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયો
આ ઘટનામાં પોલીસ, વીજ પુરવઠા અને ફાયર ટીમોએ તુરંત કામગીરી શરૂ કરી હતી. મકરપુરા પોલીસ સ્ટેશન અને લાલબાગ જીઇબી સ્ટાફે વીજ પુરવઠો બંધ કર્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ શોરૂમને કરોડૉ રૂપિયાનું નુકસાન થયું છે.

ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના એસીપી પ્રણવ કટારિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ વિસ્તારમાં અડધીરાત્રે અફરાતફરી જોવા મળી હતી. એક ગણેશજીના પંડાલમાં પણ આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. જો કે, તેમાં કોઈ મોટું નુકસાન થયું નથી.