26/11 Mumbai Attack: આ છે મુંબઈ હુમલાના અસલી હીરો- જેને આખો દેશ છાતી ઠોકીને કરે છે સલામ

26/11 Mumbai Attack: 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 13 વર્ષ પૂર્ણ થાય છે. 2008માં, મુંબઈમાં 26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં…

26/11 Mumbai Attack: 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 13 વર્ષ પૂર્ણ થાય છે. 2008માં, મુંબઈમાં 26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં 26 વિદેશી નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના 10 આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર લગભગ 60 કલાક સુધી ચાલ્યું. સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં 10માંથી 9 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ અમીર કસાબ(Terrorist Ajmal Amir Kasab)ને સુરક્ષાકર્મીઓએ જીવતો પકડી લીધો હતો.

લાંબી સુનાવણી બાદ 21 નવેમ્બર 2012ના રોજ કસાબને ફાંસી આપવામાં આવી હતી. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ(Hafiz Saeed) હજુ પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે.

હેમંત કરકરે:
આ હુમલામાં દેશના ઘણા બહાદુર સુરક્ષા જવાનોને ગુમાવવા પડ્યા હતા. તેમાંથી એક મુંબઈ ATSના ચીફ હેમંત કરકરે હતા. હુમલા સમયે હેમંત કરકરે તેમના ઘરે રાત્રિભોજન કરી રહ્યા હતા, ત્યારે તેમને ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાંથી આતંકી હુમલા અંગે ફોન આવ્યો હતો. હેમંત કરકરે તરત જ ઘરની બહાર નીકળી ગયા અને ACP અશોક કામટે, ઈન્સ્પેક્ટર વિજય સાલસ્કર સાથે આગેવાની લીધી. કામા હોસ્પિટલની બહાર થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ અજમલ કસાબ અને ઈસ્માઈલ ખાનના અંધાધૂંધ ગોળીબારને કારણે તેઓ શહીદ થયા હતા. તેમને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

તુકારામ ઓમ્બલે:
મુંબઈ પોલીસના એએસઆઈ તુકારામ ઓમ્બલેએ જ આતંકવાદી અજમલ કસાબનો કોઈ પણ હથિયાર વિના મુકાબલો કર્યો અને અંતે તેને પકડી પાડ્યો. આ દરમિયાન તેને કસાબની બંદૂકમાંથી ઘણી ગોળીઓ લાગી અને તે શહીદ થઇ ગયા. શહીદ તુકારામ ઓમ્બલેને તેમની બહાદુરી માટે શાંતિ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

અશોક કામટે:
અશોક કામટે મુંબઈ પોલીસમાં ACP તરીકે તૈનાત હતા. મુંબઈ પર આતંકવાદી હુમલો થયો ત્યારે તે એટીએસ ચીફ હેમંત કરકરે સાથે હતા. પાકિસ્તાની આતંકવાદી ઈસ્માઈલ ખાને કામા હોસ્પિટલની બહાર તેમના પર ગોળીબાર કર્યો હતો. એક ગોળી તેના માથામાં વાગી હતી. ઘાયલ હોવા છતાં, તેણે દુશ્મનને મારી નાખ્યો.

વિજય સાલસકર:
મુંબઈના અંડરવર્લ્ડ માટે એક સમયે ડરનું બીજું નામ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વિજય સાલસ્કર, હેમંત કરકરે અને અશોક કામટે સાથે કામા હોસ્પિટલની બહાર ફાયરિંગમાં શહીદ થયા હતા. શહીદ વિજયને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન:
મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG)ના કમાન્ડો હતા. તેઓ 26/11ના એન્કાઉન્ટર દરમિયાન મિશન ઓપરેશન બ્લેક ટોર્નેડોનું નેતૃત્વ કરી રહ્યા હતા અને 51 SAG ના કમાન્ડર હતા. જ્યારે તાજમહેલ પેલેસ અને ટાવર્સ હોટલ પર કબજો જમાવી રહેલા પાકિસ્તાની આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા, ત્યારે એક આતંકવાદીએ તેમના પર પાછળથી હુમલો કર્યો, જેમાં તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું. તેમને 2009માં મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પાંચ બહાદુરો ઉપરાંત, હવાલદાર ગજેન્દ્ર સિંહ, નાગપ્પા આર. મહાલે, કિશોર કે. શિંદે, સંજય ગોવિલકર, સુનીલ કુમાર યાદવ અને અન્ય ઘણા લોકોએ પણ બહાદુરીના ઉદાહરણો રજૂ કર્યા.

તમને જણાવી દઈએ કે 26 નવેમ્બર 2008ના રોજ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. તેઓએ પહેલા છત્રપતિ ટર્મિનલ સુધી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો અને ભીડ પર હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા. આ હુમલામાં 58 નિર્દોષ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ પછી આતંકવાદીઓએ હોટેલ તાજ, હોટેલ ઓબેરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ, નરીમાન હાઉસ સહિત ઘણી જગ્યાએ હુમલો કર્યો. તે દિવસે મુંબઈમાં 4 જગ્યાએ એન્કાઉન્ટર થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *