પિતાની નજર સામે દીકરી પરણિત સાથે વાંધાજનક સ્થિતિમાં હતી, પછી તો જે થયું તેની કલ્પના પણ નહી કરી શકો

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઈન્દોર (Indore) માં પુત્રીને તેના પ્રેમી સાથે કથિત વાંધાજનક હાલતમાં જોઈને યુવતીના પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો હતો. આરોપી પરિવારના સભ્યો…

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઈન્દોર (Indore) માં પુત્રીને તેના પ્રેમી સાથે કથિત વાંધાજનક હાલતમાં જોઈને યુવતીના પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો હતો. આરોપી પરિવારના સભ્યો યુવકને નિર્જન ખેતરમાં લઈ ગયા અને છેલ્લા શ્વાસ સુધી તેને મારતા રહ્યા. યુવકનું મોત થતાં તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

ઘટના ખુદાઈલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં સવારે યુવકનો મૃતદેહ ખેતર પાસે નાળાના કિનારેથી મળી આવ્યો હતો. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. હકીકતમાં મંગળવારે સવારે માલાખેડી નાળા પાસે એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. બાદમાં તેની ઓળખ 21 વર્ષીય વિનોદ ચૌહાણ તરીકે થઈ હતી. શનિવારે રાત્રે મૃતક યુવકના પરિજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

મૃતદેહનું ઈલેક્ટ્રીક વાયર વડે ગળું દબાવવામાં આવ્યું હતું અને શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. વિનોદ મજૂરી કામ કરતો હતો અને તપાસમાં જાણવા મળ્યું કે તે પરિણીત છે, તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ છે. મૃતક વિનોદને ગામમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને છુપાઈને મળતા હતા, જેના કારણે યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા.

હત્યાની રાત્રે વિનોદ પણ પ્રેમિકાને મળવા આવ્યો હતો અને યુવતીના પરિવારજનોએ તેને પુત્રી સાથે વાંધાજનક હાલતમાં જોયો હતો. ત્યારપછી યુવતીના પિતા, ભાઈ અને માતાએ વિનોદને નિર્દયતાથી માર માર્યો અને પછી તેની હત્યા કરી નાખી. યુવકની લાશ ગામથી બે કિલોમીટર દૂર નાળાના કિનારે મૂકીને પરિવાર ભાગી ગયો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *