26/11 Mumbai Attack: આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી હચમચી ઉઠી હતી માયાનગરી- જાણો આ દિવસની સંપૂર્ણ કહાની

26/11 Mumbai Attack: શુક્રવારે મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ(Mumbai)માં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાના 13 વર્ષ પૂર્ણ થયા છે. તેને ભારતના ઈતિહાસનો સૌથી ભયાનક અને…

26/11 Mumbai Attack: શુક્રવારે મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ(Mumbai)માં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાના 13 વર્ષ પૂર્ણ થયા છે. તેને ભારતના ઈતિહાસનો સૌથી ભયાનક અને ભયંકર આતંકવાદી હુમલો કહેવામાં આવે તો ખોટું નહીં. આ દરમિયાન આતંકવાદીઓએ 160થી વધુ લોકોની હત્યા(More than 160 people were killed) કરી હતી. જાણો તે દિવસે શું થયું હતું તેના વિશે વિગતવાર…

26 નવેમ્બર 2008ની સાંજ સુધીમાં, મુંબઈ રાબેતા મુજબ ધમધમતું હતું. શહેરમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા, તો કેટલાક મરીન ડ્રાઈવ પર રાબેતા મુજબ દરિયામાંથી આવતી ઠંડી પવનની મજા માણી રહ્યા હતા. પણ જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ મુંબઈના રસ્તાઓ પર ચીસો પણ વધતી ગઈ.

તે દિવસે પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના 10 આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટો અને ગોળીબાર કરીને મુંબઈને સ્તબ્ધ કરી દીધું હતું. ત્યારે આ આતંકવાદી હુમલાને 13 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ ભારતીય ઈતિહાસનો આ કાળો દિવસ છે, જેને કોઈ ઈચ્છે તો પણ ભૂલી શકે નહીં. આતંકવાદી હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા.

આતંકવાદીઓ કરાચીથી દરિયાઈ માર્ગે મુંબઈ આવ્યા હતા:
હુમલાના ત્રણ દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બરના રોજ આ આતંકવાદીઓ કરાચીથી દરિયાઈ માર્ગે બોટ મારફતે મુંબઈ પહોંચ્યા હતા. જે બોટમાંથી આતંકીઓ આવ્યા હતા તે બોટ પણ ભારતીય હતી અને આતંકીઓએ તેને કબજે કરી લીધી હતી અને તેમાં સવાર ચાર ભારતીયોના મોત થયા હતા. રાત્રે લગભગ આઠ વાગ્યે આતંકવાદીઓ કોલાબા નજીક કફ પરેડના માછલી બજાર પર ઉતર્યા હતા.

અહીંથી તેઓ ચાર ગ્રૂપમાં વહેંચાઈ ગયા અને ટેક્સી લઈને પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કર્યું. કહેવાય છે કે, જ્યારે આ આતંકવાદીઓ માછલી બજારમાં ઉતર્યા હતા ત્યારે ત્યાંના માછીમારોને તેમને જોઈને શંકા ગઈ હતી. મળતી માહિતી મુજબ માછીમારો આ અંગે સ્થાનિક પોલીસ પાસે પણ પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેના પર બહુ ધ્યાન આપ્યું ન હતું.

શિવાજી રેલવે ટર્મિનલ પર 09.30 વાગ્યે ફાયરિંગ:
પોલીસને રાત્રે 09.30 વાગ્યે છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર ફાયરિંગના સમાચાર મળ્યા હતા. જણાવવામાં આવ્યું હતું કે, અહીં રેલવે સ્ટેશનના મુખ્ય હોલમાં બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલાખોરોમાંથી એક મોહમ્મદ અજમલ કસાબ હતો, જેને ફાંસી આપવામાં આવી છે. બે હુમલાખોરોએ AK47 રાઈફલ વડે 15 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો, જેમાં 52 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મુંબઈમાં અનેક પ્રખ્યાત સ્થળો પર ફાયરિંગ પણ થયું હતું:
આતંકવાદીઓનો આ ગોળીબાર માત્ર શિવાજી ટર્મિનસ પૂરતો સીમિત નહોતો. દક્ષિણ મુંબઈનું લિયોપોલ્ટ કાફે પણ એવા કેટલાક સ્થળોમાંથી એક હતું જે આતંકી હુમલાનું નિશાન બન્યું હતું. મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંની એક આ કેફેમાં થયેલા ફાયરિંગમાં માર્યા ગયેલા 10 લોકોમાં ઘણા વિદેશીઓ પણ સામેલ હતા. 1871થી મહેમાનોની સેવા કરી રહેલા આ કાફેની દિવાલોને ગોળીઓ વીંધી, હુમલાના નિશાનો પાછળ રહી ગયા.

સવારે 10 વાગ્યે વિલે પાર્લેમાં બે ટેક્સીને ઉડાવી દેવામાં આવી:
રાત્રે 10.30 વાગે સમાચાર આવ્યા કે, વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ડ્રાઈવર અને એક મુસાફર માર્યા ગયા હતા. તેના લગભગ 15-20 મિનિટ પહેલા બોરી બંદરથી પણ આવો જ એક વિસ્ફોટ થયો હતો જેમાં ટેક્સી વિશે જાણકારી મળી હતી. ડ્રાઇવર અને બે મુસાફરોનું મોત નીપજ્યું હતું. આ હુમલાઓમાં 15 જેટલા ઘાયલ થયા હતા.

તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ અને નરીમાન હાઉસ:
ભારતીય ઈતિહાસના સૌથી ભયાનક આતંકવાદી હુમલાની આ કહાની અહીં પૂરી થતી નથી. 26/11ના ત્રણ મુખ્ય મોરચા મુંબઈમાં તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ અને નરીમાન હાઉસ હતા. જ્યારે હુમલો થયો ત્યારે તાજમાં 450 અને ઓબેરોય ખાતે 380 મહેમાનો હતા. ખાસ કરીને તાજ હોટલની ઈમારતમાંથી નીકળતો ધુમાડો પાછળથી મુંબઈ પરના આ હુમલાની ઓળખ બની ગયો.

મીડિયા કવરેજથી આતંકવાદીઓને મદદ મળી:
હુમલાની બીજી સવારે એટલે કે 27 નવેમ્બરના રોજ એવી માહિતી મળી હતી કે, તાજ હોટલના તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ બાદમાં એવી માહિતી મળી હતી કે કેટલાક લોકો હજુ પણ આતંકવાદીઓના કબજામાં છે, જેમાં ઘણા વિદેશીઓ પણ સામેલ છે. હુમલા દરમિયાન, બંને હોટલને રેપિડ એક્શન ફોર્ડ (RPF), મરીન કમાન્ડો અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડોએ ઘેરી લીધી હતી. મીડિયાના લાઇવ કવરેજથી આતંકવાદીઓને ઘણી મદદ મળી કારણ કે તેઓ ટીવી પર સુરક્ષા દળોની દરેક ગતિવિધિઓ વિશે જાણતા હતા.

સુરક્ષા દળોની કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલી હતી:
સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી અથડામણ ચાલી હતી. દરમિયાન મુંબઈમાં વિસ્ફોટ થયો, આગ ફાટી નીકળી, ગોળીબાર થયો અને બંધકોની આશાઓ ક્ષીણ થતી રહી. તાજ, ઓબેરોય અને નરીમાન હાઉસ પર માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના 1.25 અબજ લોકોની નજર ટકેલી હતી.

હુમલા સમયે તાજમાં ઘણા વિદેશી મહેમાનો હાજર હતા:
જે દિવસે તાજ હોટેલ પર હુમલો થયો તે દિવસે ઈન્ટરનેશનલ ટ્રેડ એસોસિએશનની સંસદીય સમિતિના ઘણા સભ્યો હોટેલમાં રોકાયા હતા, જોકે તેમાંથી કોઈને નુકસાન થયું ન હતું. જ્યારે હુમલાઓ શરૂ થયા ત્યારે યુરોપિયન સંસદના બ્રિટિશ સભ્ય સજ્જાદ કરીમ તાજની લોબીમાં હતા ત્યારે જર્મન સાંસદ એરિકા માનને તેમના જીવન માટે છુપાઈ જવું પડ્યું હતું. ઓબેરોયમાં હાજર લોકોમાં ઘણા જાણીતા લોકો હતા. તેમની વચ્ચે ભારતીય સાંસદ એનએન કૃષ્ણદાસ પણ હતા, જેઓ પ્રખ્યાત બ્રિટિશ ઉદ્યોગપતિ સર ગુલામ નૂન સાથે ડિનર કરી રહ્યા હતા.

NSG કમાન્ડો નરીમાન હાઉસમાં શહીદ થયા હતા:
બંને હુમલાખોરોએ મુંબઈમાં યહૂદીઓના મુખ્ય કેન્દ્ર નરીમન હાઉસ પર પણ કબજો કર્યો હતો. ત્યાં ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારપછી એનએસજી કમાન્ડોએ નરીમન હાઉસ પર દરોડો પાડ્યો અને કલાકોની લડાઈ બાદ હુમલાખોરોનો ખાત્મો થયો પરંતુ એક એનએસજી કમાન્ડો પણ શહીદ થયો. હુમલાખોરોએ પહેલાથી જ રબ્બી ગેબ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને તેની છ મહિનાની ગર્ભવતી પત્ની રિવકાહ હોલ્ટ્ઝબર્ગ સહિત ઘણા લોકોની હત્યા કરી હતી. બાદમાં સુરક્ષા દળોને ત્યાંથી કુલ છ બંધકોના મૃતદેહ મળ્યા હતા.

આ હુમલામાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા:
29 નવેમ્બરની સવાર સુધીમાં નવ હુમલાખોર આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા હતા અને અજમલ કસાબના રૂપમાં એક હુમલાખોર પોલીસની કસ્ટડીમાં હતો. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી પરંતુ 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *