CM યોગીનો દાવો- રામનવમીએ અયોધ્યામાં કાંકરીચાળો પણ નથી થયો

નવરાત્રિ અને રામનવમીના અવસર પર રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં હિંસક અથડામણ અને આગચંપીની ઘટનાઓએ દેશભરમાં રાજકીય વાતાવરણ ગરમ કર્યું છે. ચારેતરફ અલગ અલગ પ્રકારની…

નવરાત્રિ અને રામનવમીના અવસર પર રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં હિંસક અથડામણ અને આગચંપીની ઘટનાઓએ દેશભરમાં રાજકીય વાતાવરણ ગરમ કર્યું છે. ચારેતરફ અલગ અલગ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે up (ઉત્તરપ્રદેશ) cm મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. રામનવમી નિમિત્તે રાજ્યમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ up માં  કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.

રામનવમીના શોભાયાત્રાઓ દરમિયાન તાજેતરમાં કેટલાક રાજ્યોમાં થયેલી અથડામણ બાદ up (ઉત્તરપ્રદેશ)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા આવી છે. તેમણે દાવો કર્યો છે કે up માં મોટી વસ્તી હોવા છતાં રાજ્યમાં કોઈ તણાવ નથી. તેમણે કહ્યું કે રામનવમી દરમિયાન રાજ્યમાં વિવિધ સ્થળોએ 800 થી વધુ શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી,અને રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.

up (ઉત્તરપ્રદેશ)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા આવી છે. તેમણે દાવો કર્યો છે કે up માં મોટી વસ્તી હોવા છતાં રાજ્યમાં કોઈ તણાવ નથી. તેમણે દાવો કર્યો હતો કે રામ નવમી દરમિયાન રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો. સૌં લોકોએ ખુબ શાંતિ પૂર્વક પોતપોતાના ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી.

આ વિષય પર યોગી આદિત્યનાથે ટ્વિટર પર એક વિડિયો જાહેર કરીને કહ્યું કે, ‘up (ઉત્તરપ્રદેશ) માં 25 કરોડની વસ્તી છે. રામ નવમીની શોભાયાત્રા માટે 800 સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સાથે જ આ સમયે રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે. જ્યાં પણ તુ-તુ, હું-હું ન હતી. રમખાણો હજુ દૂર છે. આ up (ઉત્તરપ્રદેશના) વિકાસની નવી વિચારસરણી દર્શાવે છે. અહીં રમખાણો માટે કોઈ સ્થાન નથી. અરાજકતા, ગુંડાગીરી અને અફવાઓને કોઈ સ્થાન નથી. રામનવમી પર up એ (ઉત્તરપ્રદેશે) આ વાત સાબિત કરી દીધી છે.

રામનવમીના અવસર પર મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામની પવિત્ર જન્મજયંતિના અવસર પર up (ઉત્તરપ્રદેશે) આ સાબિત કર્યું છે. એ વાત જાણીતી છે કે રામ નવમીના અવસર પર દેશના ઘણા રાજ્યોમાં હિંસા સંબંધિત અહેવાલો સામે આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશના ખરગોનમાં થયેલી હિંસા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. તેવી જ રીતે, ગોવામાં પણ રામ નવમીના અવસર પર બે સમુદાયો વચ્ચેના પરસ્પર અથડામણની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *