Today Gold rate 27 June 2024: ફટાફટ લઇ લો સોનું! આજે ફરીથી ઘટ્યા સોના-ચાંદીના ભાવ, જાણો તમારા શહેરનો નવો ભાવ

Today Gold rate 27 June 2024: સોનાના વાયદાના ભાવમાં આજે ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. પરંતુ બાદમાં તેના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી(Today Gold rate 27 June 2024) એક્સચેન્જ (MCX) પર સોનાનો બેન્ચમાર્ક ઓગસ્ટ કોન્ટ્રાક્ટ આજે રૂ. 51ના વધારા સાથે રૂ. 71,518 પર ખૂલ્યો હતો.

આ કોન્ટ્રેક્ટ રૂ.54ના ઘટાડા સાથે રૂ.71,413ના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 71,522 અને દિવસની નીચી સપાટી રૂ. 71,370 પર પહોંચ્યો હતો. નોંધનિય છે કે, સોનાના વાયદાનો ભાવ ગયા મહિને રૂ. 74,442ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

તાજેતરના 14 થી 24 કેરેટ સોનાનો ભાવ(Today Gold rate)

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ ઊંચા સ્તરે શરૂ થયા છે. પરંતુ બાદમાં બંનેના ભાવ ઘટવા લાગ્યા. કોમેક્સ પર સોનું $2,331.80 પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ $2,330.80 પ્રતિ ઔંસ હતો. સવારે 10 વાગ્યા આસપાસ તે $ 2.20 ની નીચે $ 2,328.60 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું.

કોમેક્સ પર ચાંદીનો વાયદો $28.96 પર ખૂલ્યો હતો, જે અગાઉનો બંધ ભાવ $28.86 હતો. આજે સવારે 10 વાગ્યા સુધી તે $0.06 ના વધારા સાથે $28.92 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 66040 રૂપિયા છે.

હોલમાર્ક જોયા પછી જ ખરીદો સોનું(Today Gold rate)

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.