મારુતિ સુઝૂકીની આ કાર બની લોકોની પહેલી પસંદ; બલેનો, પંચ અને વેગન-આરને પછાડી વેચાણમાં બની No 1

Top Selling Car of May Month: મેમે મહિનામાં સૌથી વધુ વેચાયેલી ગાડીઓના આંકડા સામે આવી રહ્યા છે. ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકીને એકબાજુ સારા સમાચાર મળી રહ્યા છે તો બીજી બાજુ એક મોટો ફટકો પણ લાગ્યો છે. ટોપ પર મારુતિ સુઝૂકીની(Top Selling Car of May Month) જ કાર છે. પણ એક લોકપ્રિય કારના વેચાણમાં ભારે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.

ટોપ કારની યાદી
મારુતિ સુઝૂકીની આ ગાડી એપ્રિલમાં ટોપ સેલિંગ કાર બનેલી ટાટા પંચને પછાડીને બેસ્ટ સેલિંગ કાર બની છે. ટોપ 10 કારની યાદીમાં 7 તો મારુતિ સુઝૂકીની કાર જોવા મળી રહી છે. જ્યારે ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, અને મહિન્દ્રાની ગાડીઓ પણ આ યાદીમાં જોવા મળી રહ્યી છે. યાદીમાં સૌથી ઉપર હાલમાં જ આવેલી ન્યૂ જનરેશનની સ્વિફ્ટ જોવા મળી છે. જેણે પોતાના શરૂઆતના મહિનામાં ઘણું નામ બનવી લીધું છે. મે મહિનામાં મારુતિ સુઝૂકી સ્વિફ્ટના 12 ટકાના સકારાત્મક વૃદ્ધિ સાથે 19,393 યુનિટ વેચવામાં આવ્યા છે.

સ્વિફ્ટમાં એક્સટીરિયર અને નવા ફીચર્સલ સાથે વધુ પ્રીમિયમ ઈન્ટીરિયર જોવા મળી રહ્યું છે. એક નવું 1.2L ત્રણ સિલિન્ડર Z સિરીઝ પેટ્રોલ એન્જિન લાઈનઅપમાં કરવામાં આવ્યું છે. તેને મેન્યુઅલ કે AMT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે.

બીજા નંબરે આ ગાડી જોવા મળી
બીજા નંબરે ટાટાની પંચ કાર સમાવેશ કરવામાં આવે છે. જેના મે મહિનામાં 18,949 યુનિટ્સ વેચવામાં આવ્યા છે. જ્યારે મે 2023માં આ કારના 11,124 યુનિટ્સ વેચાયા છે. જેને જોતા આ કારનું વેચાણ વધતું જોવા મળી રહ્યું છે. ગત વર્ષનું જોતા 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. માઈક્રો એસયુવી ફરીથી દેશમાં સૌથી વધુ વેચાતી એસયુવી બની ચુકી છે.

ત્રીજા નંબરે પણ મારુતિની કાર જોવા મળી
મારુતિ સુઝૂકી ડિઝાયર 16,061 યુનિટસ સાથે વેચાણમાં ત્રીજા નંબરે જોવા મળી રહી છે. જ્યારે બાર મહિના પહેલા આ સમયગાળામાં ડિઝાયરનું વેચાણ 11,315 યુનિટ્સ જોવા મળ્યું હતું. તેના વેચાણમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો છે. ચોથા નંબરે હુંડઈ ક્રેટા 1 ટકાના વાર્ષિક વધારા સાથે 14,662 યુનિટ્સ વેચવામાં આવ્યા છે. ગત વર્ષે આ જ સમય દરમિયાન તેના 14,449 યુનિટ્સ વેચાયા હતા.

આ કારને પડ્યો સોથી મોટો ફટકો
મારુતિની લોકપ્રિય કાર વેગનઆરના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝૂકી વેગનઆરના મે 2023માં 16,258 યુનિટ્સ વેચાયા હતા જ્યારે આ વર્ષે 14,492 યુનિટ્સ વેચાયા એટલે કે ગયા વર્ષના મે મહિનાની સરખામણીમાં આ વર્ષે મે મહિનામાં વેચાણમાં 11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.