29 December 2023, Petrol Diesel Price: સામાન્ય લોકો માટે સારા અને રાહતના સમાચાર- 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

Petrol Diesel Price: કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર જલદી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રુ. 10/લીટર સુધીનો ઘટાડો( Petrol Diesel Price ) કરી શકે છે. સરકાર આ મામલે ઓઈલ કંપનીઓ સાથે વાત કરી રહી છે. નાણા અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે, હવે PM ઓફિસની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ઓઈલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે. હવે સરકાર આ લાભ લોકો સુધી પહોંચાડવા માંગે છે.તો ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવા પર વિચાર કરી રહ્યું છે. ભાવ ઘટાડાનો કેટલોક ભાગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) તરફથી આવશે.તેમજ નાણા મંત્રાલય પાસે કિંમતો ઘટાડવા માટે વિવિધ વિકલ્પો તૈયાર છે.

કેન્દ્ર સરકાર નવા વર્ષે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડાની ભેટ આપી શકે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાણા મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા અંગે વડાપ્રધાન કાર્યાલયને અલગ-અલગ ડ્રાફ્ટ મોકલ્યા છે. આ અંગે માત્ર પીએમની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોની વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડની કિંમત 78.71 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે પહોંચી ગઈ છે. દેશમાં તેમની કિંમતો મૂળભૂત રીતે આંતરરાષ્ટ્રીય કિંમતો પર પણ આધાર રાખે છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર પણ ઘણી એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવે છે. ઉપરાંત, રાજ્ય સરકારો તેમની કિંમતો પર વેટ વસૂલે છે.

પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે?
દેશની રાજધાની દિલ્હીમાં હાલમાં એક લીટર પેટ્રોલની કિંમત 96.72 પૈસા છે. જ્યારે રાજસ્થાનમાં તે 109.34 રૂપિયામાં ઉપલબ્ધ છે. હરિયાણામાં એક લીટર પેટ્રોલ 97.31 રૂપિયા, યુપીમાં 97.05 રૂપિયા અને પંજાબમાં 98.45 રૂપિયામાં ઉપલબ્ધ છે. ડીઝલની વાત કરીએ તો તે દિલ્હીમાં 89.62 રૂપિયા પ્રતિ લીટર, યુપીમાં 90.16 રૂપિયા, પંજાબમાં 88.57 રૂપિયા અને હરિયાણામાં 90.16 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે તો તેનાથી લોકોને મોટી રાહત મળશે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, હાલમાં તેની કિંમત બેરલ દીઠ $ 80ની આસપાસ છે, જેનાથી ભારતીય તેલ કંપનીઓના બજેટમાં મદદ મળી છે. હવે જનતાને પણ મોંઘવારીમાંથી થોડી રાહત મળે તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *