દેશ વિદેશમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેમાં નાના મોટા અકસ્માત બનતા રહે છે. ત્યારે હાલમાં જ એક મોટી અકસ્માત ઘટના ઘટી છે. જેમાં બસ-ટ્રકની જોરદાર ટક્કર થઇ હતી.
સોમવારે એટલે કે આજે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બસ-ટ્રકની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રક એવી રીતે અથડાયા હતા કે તેને જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માત ખુબ જ ગંભીર હોઈ શકે. આ અકસ્માત દરમિયાન કુલ ૨૯ જેટલા લોકોના મૃત્યુ થય ચુક્યા છે. આ બસમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા.
આ ગંભીર અકસ્માતમાં કુલ 29 મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં, જયારે અન્ય 40 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમાંથી 4 લોકોની હાલત ખુબ જ ગંભીર છે. આ તમમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્યાના અધિકારીઓના કહ્યા અનુસાર બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. આ લોકો ઇદની રજા પર ઘરે જવા માટે રવાના થયા હતા. ઘટનાસ્થળના કમિશનર ડો.ઇરશાદ અહેમદે કહ્યું કે, રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતકોના મૃતદેહો અને ઈજાગ્રસ્તોને ડેરા ગાઝી ખાન વિસ્તારની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રાશિદે કહ્યું છે કે તેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો ઇદ પર તેમના ઘરે જઈ રહ્યા હતા. સાથે તેમને કહ્યું છે કે, આ ઘટના ઇદની રજા પર ઘરે જનારા લોકો માટે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાણી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોએ શોક વ્યકત કર્યો છે અને મૃતક પરિવારને સાત્વના પાઠવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.