Threaten Email To Bomb In RBI: ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નું મુખ્ય બેન્ક સહીત અન્ય 11 બેંકોની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી( Threaten Email To Bomb In RBI ) આપનાર ત્રણ લોકોની વડોદરામાંથી ધરપકડ કરી છે. તેમાંથી એકની ઓળખ આદિલ રફીક તરીકે થઈ છે. બીજો તેનો સંબંધી અને ત્રીજો તેના સંબંધીનો મિત્ર.
મંગળવારે (26 ડિસેમ્બર 2023), RBIને તેના હેડક્વાર્ટર, HDFC બેંક, ICICI સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ધમકી આપનારાઓએ કહ્યું હતું કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ, નહીં તો 11 સ્થળોએ રાખવામાં આવેલા બોમ્બ વિસ્ફોટ થશે અને તમામ સ્થળો એક સાથે જ ખલાસ થઇ જશે.
વડોદરામાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો…
આરબીઆઈએ તરત જ સુરક્ષા એજન્સીઓને ઈ-મેલ અંગે જાણ કરી હતી. આ પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરામાં ધમકી મોકલનારાઓને શોધી કાઢ્યા હતા.જેમાં મુખ્ય આરોપીનું નામ આદિલ રફીક છે. બીજો આદિલનો સંબંધી અને ત્રીજો તેનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સિવાય ધમકીભર્યા ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે 26 ડિસેમ્બરે આરબીઆઈને મોકલવામાં આવેલા ઈમેલમાં ધમકી આપવામાં આવી હતી કે આરબીઆઈ ન્યૂ સેન્ટ્રલ ઓફિસ બિલ્ડીંગ ફોર્ટ, એચડીએફસી હાઉસ ચર્ચગેટ અને આઈસીઆઈસીઆઈ બેંક ટાવર્સમાં 11 બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ બધા બપોરે 1.30 વાગ્યે વિસ્ફોટ કરશે. જો તેઓ આ ઇચ્છતા નથી, તો અમારે અમારી ઇચ્છા મુજબ કાર્ય કરવું પડશે અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તેમજ RBI ગવર્નર શક્તિકાંત દાસને પ્રેસ બોલાવી પોતાનું રાજીનામુ આપ્યું તેવી વાત જાહેર કરવી પડશે.
આ ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે RBIની સાથે ખાનગી ક્ષેત્રની બેંકોએ મળીને ભારતનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે. આ ઉપરાંત એવું પણ કહેવાયું હતું કે આ કૌભાંડમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામેલ હતા. આ બંને સિવાય કેટલાક મોટા અધિકારીઓ અને નાણાકીય મામલામાં મોટા નેતાઓ પણ આમાં સામેલ હોવાનો આરોપ છે. ઈમેલ મોકલનારએ કહ્યું હતું કે તેની પાસે સાબિત કરવા માટે પુરાવા પણ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube