વડોદરા(Vadodara): અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. એવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, વડોદરા-હાલોલ રોડ(Vadodara-Halol Road) પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 મિત્રનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્રણેય મિત્ર વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતા હતા:
મળતી માહિતી અનુસાર, 5 મિત્રો શુક્રવારના રોજ વહેલી સવારે વડોદરાથી બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન વડોદરા-હાલોલ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય મિત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. મૃતક યુવકોમાં એક દેવાગઢ બારિયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો.
મૃતકો પૈકી બે યુવક હોસ્ટેલમાં રહેતા હતા, જયારે રોનક પરમાર નામનો યુવક વડોદરામાં માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોનાં પરિવારજનો અને સગાંસંબંધીઓ સહિતનાં ટોળાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્રણ મૃતકમાંથી વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમાં અભ્યાસ કરતા હતા, જ્યારે જયેન્દ્ર પટેલ વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. અકસ્માતમાં મૃત્યુ થવાને કારણે ત્રણેયના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.