થોડા દિવસ બાદ એટલે કે 31 ડીસેમ્બરનાં રોજ રાજ્યના લોકોને દારુ પીવાનો શોખ હોય છે. જેને કારણે આ વર્ષે લોકો સુધી દારૂ ન પહોંચે એ માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.
થર્ટી ફર્સ્ટને ફક્ત 24 કલાક બાકી છે ત્યારે હાલમાં રાજકોટના પ્યાસીઓ પાર્ટી કરવા માટે છાનેખૂણે દારૂની શોધ કરી રહ્યાં છે ત્યારે આજે પોલીસ દ્વારા રાજકોટમાં આવેલ સોખડા ગામમાં પોલીસ દ્વારા કુલ 3 કરોડ રૂપિયાના દારૂ પર બૂલડોઝર ફેરવીને દારૂનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
શહેરના બધાં જ પોલીસ મથકો સહિત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે દારૂ પકડી પાડવામાં આવ્યો હતો તેનો આજે નાશ કરી દેવામાં આવ્યો છે. હજારો બોટલ પર બૂલડોઝર ફેરવી દેવાતાં પ્યાસીઓનો જીવ બળી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે ત્યારે એને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સૌથી વધારે દારૂ ઝડપાયો :
રાજકોટના સોખડા ગામમાં પોલીસ દ્વારા વહેલી સવારમાં જ ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને ખુલ્લા મેદાનમાં લાઈનબંધ બોટલો ગોઠવતી નજરે જોવા મળી હતી. ત્યારપછી કુલ 3 કરોડની કિંમત જેટલા દારૂ પર બૂલડોઝર ફેરવીને બોટલો ફોડી તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
મળી રહેલ જાણકારી પ્રમાણે સૌથી વધારે દારૂ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, દર 5 મહિને પકડી પાડવામાં આવેલ દારૂનો આ રીતે નાશ કરવામાં આવે છે પણ આ વર્ષે પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટનો આગલો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.
છેલ્લા માત્ર એક મહિનામાં રાજકોટમાં 1.5 કરોડથી વધુ કિંમતનો દારૂ પકડી પાડ્યો :
31 ડિસેમ્બર અગાઉ જ રાજકોટમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે ત્યારે દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ , SOG ની ઉપરાંત બધાં જ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. જેને અંતર્ગત છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 1.5 કરોડથી વધારે કિંમતનો વિદેશી દારુનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle