દાહોદમાં બે બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 3 પિતરાઇ ભાઇઓ કાળને ભેટ્યાં

Dahod Accident: દાહોદમાંથી એક જ રાત્રે બે અકસ્માતની ઘટના સામે એવી છે. જેમાં કુલ ત્રણ લોકોના મોત અને છ વ્યક્તિઓને પહોંચી ઇજા છે. તેમજ અકસ્માતની પ્રથમ ઘટનાની વાત કરીએ તો દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામનો 2 મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત (Dahod Accident) સર્જાતા અકસ્માતમાં એક બાઈક પર સવાર 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય હતા. આ દરમિયાન એકનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે બીજી બાઈક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

2 મોટરસાઇકલ વચ્ચે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામે પીપલોદ-રણધીકપુર રોડ પર ગત મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. તેમજ અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ થતાં જ ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ત્રણ પિતરાઈ ભાઈઓના મોત
અકસ્માત દરમિયાન બંન્ને મોટરસાયકલ પર 3-3 લોકો સવાર હતા, જેમા એક મોટરસાયકલ સવાર ત્રણ પિતરાઈ ભાઈઓને ગંભીર જીવલેણ ઈજાઓ થતા એક યુવકનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. તેમજ વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના મોત નિપજતા પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા પીપલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા અકસ્માતમાં થયું મોત
માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ દાહોદના સબરાળા ગામે બનવા પામ્યો હતો જેમાં આજ રોજ ઉચવાણીયા ગામે હનુમાનઘાટી ડીંડોડ ફળિયામાં રહેતા રમેશભાઈ વસનાભાઈ ભુરીયા અને તેમની સાથે નીતિનભાઈ દિનેશભાઈ ભૂરીયા બંને જણા એક મોટરસાયકલ પર સવાર થઈ દાહોદના સબરાળા ગામેથી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે એક ફોર વ્હીલર ગાડી ના ચાલકે પોતાના કબજાની ફોરવીલર પૂર ઝડપે અને ગફલતરી રીતે હંકારી લાવી રમેશભાઈના કબજા ની મોટરસાયકલને જોશભેર ટક્કર મારતા રમેશભાઈ તથા તેમની સાથેના નીતિનભાઈ બંને મોટરસાયકલ પરથી જમીન પર ફંગોળાયા હતા જેને પગલે રમેશભાઈને શરીરે તેમજ હાથે, પગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.