આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો વાઈરલ થાય છે. અમુક વિડીયો રમુજી હોય છે અમુક આશ્ચર્યજનક હોય છે તો અમુક હદય દ્રવી ઉઠે તેવા પણ હોય છે. આ દરમિયાન વડોદરા જિલ્લાના શિનોરના નર્મદા કિનારે આવેલા ગોલવાડ અને બુસાફળિયાના ઘાટ પાસે કોહવાયેલા માનવ મૃતદેહને ખાઇ રહેલા 3 મગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. નર્મદા નદીમાં તણાઇ આવેલા મૃતદેહને મગરો ખેંચીને કિનારે લઈ આવ્યા હતા અને મૃતદેહને ખાઇ રહ્યા હતા. આ દરમિયાન મોર્નિંગ વોક કરવા નીકળેલા વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સોમવારે વહેલી સવારે નદીમાં તણાઇને આવેલી લાશને ત્રણ મગર કિનારા નજીકના વિસ્તારોમાં ખેંચી લાવ્યા હતા. મોર્નિંગ વોક કરવા નીકળેલા નાગરીકો આ દ્રશ્ય જોતાં ચોકી ઉઠ્યાં હતા માનવ મૃતદેહને ખાવા માટે ત્રણ મગર વચ્ચે જામેલી હોડને મોર્નિંગ વોક કરવા નીકળેલ નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.
જાણવા મળ્યું છે કે, શિનોર પંથકમાંથી પસાર થતી નર્મદા નદીના કિનારા પાસે મગરો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. નદી કિનારાના વિસ્તારમાં સવારે અને સાંજે ચાલવા જતા લોકોને મગર જોવા મળે છે. નદી કિનારે પાલતું પશુઓને અનેક વખત મગર ખેંચી જવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.
આ દરમિયાન, ગયા સોમવારે સવારે 7 વાગ્યે એક તરતા માનવ મૃતદેહને ત્રણ જેટલા મગરો ગોલવાડ અને બુસાફળિયાના ઘાટના કિનારે ખેંચી લાવ્યા હતા અને તેને ખાવા માટે ત્રણ જેટલા મગર વચ્ચે ખરેખરની હોડ જામી હતી. આ દરમિયાન આ અંગેની જાણ નાગરીકે સ્થાનિક પોલીસને કરી હતી. જેથી તાત્કાલિક જ પોલીસનો કાફલે સ્થળે આવી પહોચ્યો હતો અને મૃતદેહની શોધખોળ કરી હતી.
મળતી માહિતી મુજબ, મૃતદેહ 35 વર્ષના પુરૂષનો હતો અને તે કોહવાઇ ગયેલી હાલતમાં હતો. પોલીસ દ્વારા વાઇરલ વીડિયોના આધારે મગરોનો ખોરાક બનેલ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ ક્યાંથી તણાઇ આવ્યો છે. તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, મગર સામાન્ય સંજોગોમાં તાજો શિકાર કરીને આખો શિકાર ખાતો નથી. શિકારને અમુક સમય સુધી મુકી રાખ્યા બાદ તે સડી જાય પછી મગર માટે ખાવા યોગ્ય ખોરાક થાય છે.
મગર એક વખતમાં કરેલો શિકાર આરોગી લીધા બાદ જો વધે તો પછી તેને યોગ્ય જગ્યાએ સંતાડી રાખે છે. અને ભૂખ લાગે ત્યારે તેને આરોગે છે. મૃતદેહને ખાતા 3 મગરના વાઇરલ થયેલા વીડિયોએ શિનોર તાલુકા પંથકમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ વાયરલ વીડિયોના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.