સુરતમાં 2 લાખની ખંડણી માંગી 6 ઈસમોએ યુવક પર કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો- જુઓ live વિડીયો 

આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર સુરત શહેરના વેડરોડ વિશ્રામ નગર નજીક બે ઈસમો કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કરતા ભાગદોડ…

આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર સુરત શહેરના વેડરોડ વિશ્રામ નગર નજીક બે ઈસમો કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત બે પૈકી એકએ જણાવ્યું હતું કે, હુમલો કરનાર ડભોલીનો કુખ્યાત ટપોરી જયેશ સિંધે હતો. એટલું જ નહીં પણ 2 લાખની ખંડણી માગ્યા બાદ 10 હજારમાં સમાધાન કરી લેવા ધાક ધમકી આપી હતી. તાબે નહીં થતા આજે ધોળે દિવસે હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, ઇજાગ્રસ્ત બે પૈકી એકના પેટમાં ચપ્પુ ઘુસાડી દેતા તેની હાલત ગંભીર હતી. આખી ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધર્મેશ સંતોષ કાલીએ જણાવ્યું હતું કે, તેઓ વેડરોડ વિશ્રામ નગર પાસેના એક ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરે છે.

મળતી માહિતી મુજબ, લગભગ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં જયેશ સિંધે નામનો ટપોરી 3 બાઇક ઉપર 6 જણાને લઈ ગેરેજ પર આવ્યો હતો અને અચાનક ઘાતકી હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં સંજય પટેલ નામના યુવકને હુમલાખોરોએ પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું હોવાનું સામે આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, ધોળે દહાડે થયેલા હુમલા બાદ ભાગદોડ મચી ગઇ હતી.

આ ઉપરાંત હુમલા પાછળ ખંડણી પ્રકરણ હોવાનું ધર્મેશે જણાવ્યું હતું. જાણવા મળ્યું છે કે, સંજય ફર્નીચરનું કામકાજ કરતો હતો. જયેશ કેટલાક દિવસોથી 2 લાખની ખંડણી માંગી રહ્યો હતો. ના પાડતા છેલ્લે 10 હજાર માંગી સમાધાન કરી લેવા ધમકાવી રહ્યો હતો. આખરે એક પણ રૂપિયો નહીં આપતા તેના પર હુમલો કર્યો હતો. હાલ આખી ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *