હાલમાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી રહી છે. ઉમરાગામ નજીક તાપી નદીમાં નાહવા માટે ગયેલાં કુલ 4 બાળકો પૈકી કુલ 2 બાળકનું ડૂબી જવાને કારણે લીધે મોત થયું હતું. જ્યારે 1 બાળક બચી ગયું હતું. કુલ 4 બાળકો પૈકી ડૂબી ગયેલ 1 બાળકીની તપાસ મોડે સુધી ચાલી હતી.
જો કે, ફાયરને બાળકીનો કોઈ જાણ થઈ ન હતી. એક જ પરિવારના ભાઈ-બહેનોનું ડૂબી જવાને કારણે મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ 4 બાળકો તાપીના પટ પર નદીમાં રમવા માટે જતા રહ્યા હતા.
ત્યારબાદ કુલ 2 બાળકો ડૂબી જતાં એમના મૃતદેહ પટ પર આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા અન્ય બાળકીની તપાસ કરવામાં આવી હતી. તાપીમાંથી બાળકોના મૃતદેહ મળી આવી હોવાની જાણ થતાંની સાથે જ ઉમરા પોલીસ મથકના PI ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. માસુમ બાળકોની સાથે બનેલ ગોઝારી ઘટના પછી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.
10 વર્ષની સુનિતા તથા 8 વર્ષીય પ્રતિપનું મોત, બાળકી નિરૂ હજી લાપતા :
બુધવારે બપોરે બનેલ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ભાઈ-બહેનોના ડૂબી જવાથી મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળ પર આવેલ પરિવારજનોએ આક્રંદ શરુ કરી દીધું હતું. એક જ પરિવારના સગા ભાઈ-બહેનના મોત નીપજતાં પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.
પાર્લેપોઈન્ટ વિસ્તારના સુન્દરમ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા પ્રેમસિંહ થાપાની 10 વર્ષીય દીકરી સુનિતા થાપા તથા 8 વર્ષીય પુત્ર પ્રતિપ થાપા પોતાના મિત્રો રાહુલ તથા નીરુની સાથે ઉમરાગામ પાસે તાપી તટે રમવા માટે નીકળી પડ્યા હતા.
જ્યાં તેઓ રમતા રમતા તાપી નદીમાં ડૂબી જતા સુનિતા તેમજ પ્રતિપનું મોત થયું હતું જ્યારે 4 વર્ષનાં રાહુલ પૂરણસિંહ વિશ્વકર્મા નામનો બાળક બચી ગયો હતો તેમજ 7 વર્ષીય નીરુ પૂરણસિંહ વિશ્વકર્મા નામની બાળકીની તપાસ કરવાં છતાં કીઓ જાણ થઈ ન હતી.
બચી ગયેલા બાળકે કહ્યું, દીદી ડૂબ ગઈ:
પોતાની નજર સામે જ પોતાના મિત્રો તેમજ સગા ભાઈ-બહેનને ડૂબતા જોઈ 4 વર્ષીય રાહુલ વિશ્વકર્મા ડઘાઈ ગયો હતો તેમજ શું કરવું શું ન કરવું એની સુઝબુઝ ગુમાવી ચુક્યો હતો. ઘટનાસ્થળ પરથી ડઘાઈને ભાગી ગયેલ રાહુલને પરિવારે સાચવ્યો હતો. જો કે, બાળક ડઘાઈ ગયેલું હોવાને લીધે કશું બોલી શક્યું ન હતું તેમજ દીદી ડૂબી ગઈ એટલું જ બોલી શક્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle