એક જ ગુરુના ત્રણ શિષ્યો નાની ઉંમરે અકાળે દેહાંત પામ્યા- બાળપણમાં ઘર છોડી ત્રણેય મિત્રો સાધુ થયા અને…

ગુજરાત(Gujarat): મૂળ ગુજરાતી નહીં પણ અન્ય રાજ્યમાંથી 10 થી 12 વર્ષની નાની ઉંમરે ગુજરાતમાં આવીને ત્રણ બાળકોએ ઉપલેટા પાસે અખંડ આંનદ ભારતીબાપુ પાસે સન્યાસની દીક્ષા…

ગુજરાત(Gujarat): મૂળ ગુજરાતી નહીં પણ અન્ય રાજ્યમાંથી 10 થી 12 વર્ષની નાની ઉંમરે ગુજરાતમાં આવીને ત્રણ બાળકોએ ઉપલેટા પાસે અખંડ આંનદ ભારતીબાપુ પાસે સન્યાસની દીક્ષા લીધી હતી. પરંતુ આ ત્રણેય સાધુમાંથી રામભારતીબાપુની જૂનાગઢમાં એક જમીન વિવાદ મામલાને લઈને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ કાળુબાપુ કોરોનોમાં મૃત્યુ પામ્યા હતા અને ગઈકાલે રાજભારતીબાપુએ પોતાની જ રિવોલ્વોરમાંથી ગોળી ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, એક સાથે સાધુ બનેલા આ બિનગુજરાતી યુવાનો સન્યાસ ધારણ કર્યા બાદ અકાળે મૃત્યુ પામ્યા હતા.

રાજભારતીબાપુના એક મિત્રએ જણાવતા કહ્યું હતું કે, તેમને ગુજરાતી ભાષા બોલતા પણ આવડતી ન હતી. આજ સુધી તેઓ સ્પષ્ટ ગુજરાતી બોલી શક્ય ન હતા. ત્રણેય મિત્રોએ બાળપણમાં જ ઘર છોડી દીધું હતું, બાપુ ઉપલેટા પાસે આશ્રમમાં આવ્યા ત્યારે તેઓ કઈ સમજતા ન હતા. પરંતુ સમય જતા તેમણે રામભારતીબાપુ સાથે જૂનાગઢમાં આવી બન્ને એ જુદા જુદા આશ્રમની સ્થાપના કરી હતી. જે પૈકી મહાકાળીધામ આશ્રમ રાજભારતીબાપુનો આશ્રમ હતો. મહત્વનું છે કે, રામભારતીબાપુની હત્યા થઇ જતા રાજભારતીબાપુએ તેમની જગ્યા ખેતલિયાબાપાની જગ્યાની જવાબદારી સંભાળી લીધી હતી અને મહાકાળી આશ્રમ અન્ય સાધુને સોંપી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજભારતીબાપુએ ખેતલિયાબાપાની જગ્યાની માલિકીની સ્કૂલ વેચી દીધા હોવાના આરોપ લાગ્યા હતા. પરંતુ આ જગ્યા બેકમાંથી લોન ઉપર લેવામાં આવી હતી. જે હપ્તા ન ભરી શકતા વેચવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય હતી. આખરે આ જગ્યાને એક હોસ્પિટલ સંચાલક દ્વારા લઇ લેવામાં આવી છે.

જણાવી દઈએ કે, ખેલતીયાબાપા મંદિરના મહંત રાજભારતીબાપુ સવારે 10:30 વાગ્યે સ્વરક્ષણ માટેની રિવોલ્વોરમાંથી ગોળી છોડી આપઘાત કરી લીધો હતો અને ત્યાર બાદ આ ઘટના અંગેની જાણ થતા સાધુ સમાજ અને અનુયાયીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરંતુ આ ઘટના અંગેની જાણ બાપુના આશ્રમમાં જ થઇ ન હતી. મહત્વનું છે કે, ત્યારે લગ્નની વિધિ ચાલતી હતી. એક સાધુ અખબાર વાંચી રહ્યા હતા અને બીજા લોકો પોતપોતાનું કામ કરવામાં વ્યસ્ત હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 12 વાગે અહીં પોલીસ આવી અને ઘટનાની જાણ કરતાં લગ્નની વિધિ ટૂંકમાં જ કરી લેવામાં આવી હતી અને તાત્કાલિક જ આશ્રમને ખાલી કરાવી નાખવામાં આવ્યો હતો. આશ્રમમા જે સાધુ હતા એ પોતાની કાર લઈને નીકળી ગયા હતા. એકજ ગુરુના 3 શિષ્ય રામભારતીબાપુની થોડા વર્ષો અગાઉ હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રામભારતીબાપુ જ્યાં સમાધિ આપવામાં આવી હતી તેની બાજુમાં બે વર્ષ અગાઉ કોરોનામાં મૃત્યુ પામેલા કાળુભારતીબાપુને પણ સમાધિ આપવામાં આવી હતી. ત્યારે તેમની બાજુમાં જ રાજભારતીબાપુની સમાધિ માટે તૈયારીઓ કરવામાં આવી હતી. કહી શકાય એકજ ગુરુના ત્રણ શિષ્યો ખુબ જ નાની ઉંમરે અકાળે દેહાંત પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *