સ્વામિનારાયણ સંપ્રદાયનાં આ સાધુએ એવો તો શું ગુનો કર્યો કે, કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

રાજ્યમાંથી એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નકલી નોટો પકડાઈ હોવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. કેટલાક લોકોએ ધંધો બંધ થઇ જતા…

રાજ્યમાંથી એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નકલી નોટો પકડાઈ હોવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. કેટલાક લોકોએ ધંધો બંધ થઇ જતા પ્રિન્ટરની મદદથી નકલી નોટ છાપવાની શરૂઆત કરી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ભાવનગરમાં આવેલ ઢસા ગામમાં 5 વર્ષ અગાઉ નકલી નોટ છાપતા પકડાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સહિત કુલ 3 લોકોને કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આની ઉપરાંત મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ નકલી નોટોને દેશના વિવિધ શહેરોમાં પહોંચાડી હોવાને લીધે કરોડો રૂપિયાની નકલી નોટ બજારમાં ફરી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે ભાવનગરમાં 24 માર્ચના રોજ ભાવનગર SOGને એવી બાતમી મળી હતી કે, ભાવનગરમાં આવેલ ભરતનગરના GMDC ક્વાટર્સ નજીક આવેલ ખુલ્લા મેદાનમાં ભૂપત કોળી નાનો ઇસમો 500 રૂપિયાની નકલી ચલણી નોટોનો સોદો કરવા માટે આવવાનો છે.

મળેલ બાતમીને આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારપછી નકલી નોટનો સોદો કરવા માટે આવેલ ભૂપત, રાજૂ રાજપૂત, મેપા ભરવાડ, મુન્નો ગોહિલ, લખમણ કોળીની ધરપડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જે-તે સમયે ભૂપત કોળીની પાસેથી 500 રૂપિયાની કુલ 385 નકલી નોટ કબજે કરી લેવામાં આવી હતી.

ત્યારપછી ભૂપતની પાસેથી નોટ છાપવાનું પ્રિન્ટર તથા કોમ્યુટર પણ કબજે કરી લેવામાં આવ્યું હતું. આની સાથે જ ભૂપતની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે, આ નકલી નોટનું જોડાણ ઢસામાં આવેલ સ્વામિનારાયણ મંદિર સુધી પણ રહેલું છે.

જેથી પોલીસે મંદિરના સ્વામી અક્ષર પ્રકાશદાસજી ગુરૂ ધર્મ વિરાટદાસની પણ અટકાયત કરવામાં આવી હતી. અક્ષર પ્રકાશદાસે ભૂપતને 1.5 લાખ રૂપિયા આપીને 3 લાખ રૂપિયાની નોટ લીધી હતી. પોલીસે સાધુ સહિત આરોપીઓની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ કેસ કોર્ટમાં વર્ષ 2015થી ચાલ્યો આવતો હતો ત્યારે આ બાબતે ભાવનગર પ્રિન્સિપલ ડીસ્ટ્રીક સેસન્સ જજ આર.ટી. વચ્છરા દ્વારા ચૂકાદો સંભળાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં ઢસા સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષર પ્રકાશદાસ સહિત કુલ 3 લોકોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આની સાથે જ મુખ્ય આરોપી ભૂપતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, 24 નવેમ્બર વર્ષ 2019માં ખેડા જિલ્લામાં આવેલ ગળતેશ્વર પાસે આવેલ સુખીની મુવાડી ગામનાં સ્વામિનારાયણ મંદિરના સંત રાધારમણ સ્વામી પણ નકલી ચલણી નોટ છાપવાના મશીનની સાથે ઝડપાયા હતા.

પોલીસને સાધુ પાસેથી કુલ 1.26 કરોડ રૂપિયાની નકલી નોટ પણ મળી આવી હતી. આ સાધુ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ એક રૂમની અંદર 2,000 રૂપિયાની નકલી નોટ છાપતો હતો. સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ મંદિરમાં દરોડો પાડીને આ સાધુની ધરપડક કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *