દ્વારકા દર્શને ગયેલી 20 મુસાફરો ભરેલી બસ પલટી જતાં અનેક લોકો…

Dwarka Accident: ગુજરાતમાં અકસ્માત રોજબરોજ થતાં જ રહે છે. મોડી રાત્રે અમદાવાદના બહેરામપુરા મહોલ્લાના લોકો મુસાફરી માટે ખાનગી બસમાં (Dwarka Accident) ચડ્યા હતા. તેઓ આજે દ્વારકાની મુલાકાતે આવ્યા હતા અને હવે પોરબંદર જવાના હતા.

દ્વારકાથી અંદાજે 15 કિલોમીટર દૂર, રાત્રે લગભગ 9:30 વાગ્યે, કુરંગા ચોકડી નજીક CNG પંપ પસાર કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. કુરંગા ચોકડી પાસે જોખમી વળાંક દરમિયાન ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ખાનગી લક્ઝરી બસ રોડની એક બાજુએ પલટી મારી ગઈ હતી.

જ્યારે આ અકસ્માત થયો ત્યારે બસમાં 15 થી 20 લોકો સવાર હતા અને તેમાંથી કેટલાકને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તેઓને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા તબીબી સારવાર માટે દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે ચાર-પાંચ લોકોને જામનગર ખસેડાયા છે. આ અકસ્માતના પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.