Rajasthan Accident: બિહારના સાસારામમાં કાર અને બસ વચ્ચેની ટક્કરથી એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું પણ કહેવાય છે. જયારે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ અચાનક NH 2 પર ઉભેલી (Rajasthan Accident) ટ્રક સાથે અથડાઈ. આ અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. જ્યારે મહિલા અને પુરૂષ સહિત 15 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત રોહતાસ જિલ્લાના ચેનારી શિવસાગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુર્માબાદ પાસે થયો હતો.
ઘાયલોની સારવાર ચાલુ છે
અકસ્માતની માહિતી મળતાં જ NHI એમ્બ્યુલન્સનો નર્સિંગ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલ સાસારામમાં દાખલ કર્યા હતા. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસમાં સવાર વ્યક્તિએ જણાવ્યું કે લોકો રાજસ્થાનના જલાવર જિલ્લાના કોટરાથી બિહારના ગયામાં પિંડ દાન આપવા માટે બસમાં જઈ રહ્યા હતા, ત્યારે રોહતાસ જિલ્લાના NH 2 પર ખુરમાબાદ પાસે ઉભેલી ટ્રક સાથે બસ પાછળથી જોરદાર ટકરાઈ હતી.આ અકસ્માતના પગલે થોડીવાર તો અફરાતફરી સર્જાઈ હતી.
બસમાં સવાર તમામ લોકો રાજસ્થાન હોવૌ સામે આવ્યું
એનએચઆઈના એમ્બ્યુલન્સ નર્સિંગ સ્ટાફે જણાવ્યું કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ. બસમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો રાજસ્થાનના હોવાનું કહેવાય છે, મૃતકોમાં ગોરધન સિંહ, બાલુ સિંહ અને રાજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે.
બસ અચાનક ટ્રક સાથે અથડાઈઃ પેસેન્જર
અકસ્માતનું વર્ણન કરતાં બસમાં સવાર એક મુસાફરે કહ્યું, ‘અમે રાજસ્થાનના જલાવર જિલ્લાના કોટરાથી ગયા પિંડ દાન જઈ રહ્યા હતા. આ દરમિયાન રોહતાસ જિલ્લાના ખુર્માબાદ પાસે અમારી બસ અચાનક એક ટ્રક સાથે અથડાઈ. થોડીવાર તો અમારા જીવ અધ્ધર થઇ ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App