મહાકુંભમાં જઈ રહેલ પટેલ પરિવારના 3 સભ્યોના રોડ અકસ્માતમાં મોત

Mahakumbh 2025: મહારાષ્ટ્રના પુણેથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્ન્નાન માટે એક પટેલ પરિવાર જઈ રહ્યો હતો. પરિવાર જ્યારે જબલપુરના બરગી પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાદેહી ગામમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે દુર્ઘટનાનો શિકાર થઈ ગયા હતા. રોડ દુર્ઘટનામાં પતિ-પત્ની (Mahakumbh 2025) સહિત અન્ય એક યુવકનું મૃત્યુ થયું છે. તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જબલપુરના પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યો છે. તેમજ જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. મૃતકના પરિવારજનોને જાણકારી આપવામાં આવી છે.

આ સમગ્ર ઘટના 24 જાન્યુઆરીની સાંજે લગભગ 4:30 વાગ્યે બની હતી. મહારાષ્ટ્રના પુણે થી પ્રયાગરાજ કુંભમાં જઈ રહેલ પટેલ પરિવારના ચાર સભ્યો પોતાની ઇનોવા કારથી જઈ રહ્યા હતા. જેવા તેઓ કાલાદેહી ગામ નજીક પુલ પાસે પહોંચ્યા અચાન કાર અનિયંત્રિત થઈ ગઈ અને પુલ સાથે અથડાઈ ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે તે રોડની નીચે ઉતરી ગઈ હતી. કારની અંદર રહેલા તમામ લોકો ઘાયલ થઈ ગયા હતા. કારમાં સવાર મૃતકોમાં નીરુ પટેલ, વિનોદ પટેલ અને શિલ્પા પટેલના મૃત્યુ થયા હતા. જ્યારે નરેશ પટેલ ગંભીર રીતે ઘાયલ છે.

પોલીસે હોસ્પિટલ પહોંચાડ્યા
ઘટના અંગે માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસ અધિકારીએ પોતાના નેતૃત્વમાં ઈમરજન્સી સેવા શરૂ કરી હતી. પોલીસે ક્રેન અને એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને કારની બહાર કાઢ્યા હતા અને તેમને તત્કાલ ઈલાજ માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજ મોકલવામાં આવેલ નીરુ પટેલ, વિનોદ પટેલ અને શિલ્પા પટેલને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઘાયલ નરેશ પટેલનો ઈલાજ ચાલી રહ્યો છે.

વધારે પડતી સ્પીડને કારણે થઈ દુર્ઘટના
પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને પરિવારજનોને પણ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે વધારે પડતી ઝડપને કારણે કાર અનિયંત્રિત થઈ હતી. જેના કારણે આ ભયાનક અકસ્માત થયો છે.