Ahemdabad Accident: અમદાવાદમાં અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં વાડજ સર્કલ તરફ જતાં રોડ પર એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 લોકોને ઇજા થઈ હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક શખ્સનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોની(Ahemdabad Accident) સારવાર ચાલુ છે. અકસ્માત સર્જનાર થલતેજમાં રહેતા 73 વર્ષીય રમણ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
73 વર્ષના કાર ચાલકે સર્જ્યો અકસ્માત
શહેરના વાડજ વિસ્તારમાં 73 વર્ષીય વ્યક્તિ કાર લઈને જઈ રહ્યા હતા. જોકે વાડજ સર્કલ નજીક અચાનક કારે ફૂલ સ્પીડમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને આગળ રહેલા ટુ-વ્હીલરને અડફેલે લીધા હતા. કારે 3 ટુ-વ્હીલર અને એક રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં 3 પુરુષો અને 3 મહિલાઓને ઈજા પહોંચી હતી. જેમાં 55 વર્ષીય ભોગીલાલ પરમારનું મોત થઈ ગયું હતું.
સ્થાનિકોએ કાર ઊંચી કરીને લોકોને બહાર કાઢ્યા
અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક મહિલા કારની નીચે ફસાઈ ગઈ હતી અને નજીકમાં એકઠા થયેલા લોકોએ કારને એક બાજુથી ઉંચી કરીને બહાર કાઢી હતી, જેમાં લગભગ એક મિનિટનો સમય લાગ્યો હતો. ડ્રાઈવર અમદાવાદના થલતેજથી સોરાબજી મિલ કમ્પાઉન્ડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધી હતો.
અકસ્માતમાં કુલ 5 લોકો ઇજાગ્રસ્ત
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અક્સ્માતને પગલે લોકોની ભારે ભીગ ભેગી થઈ હતી. જ્યારે કારની નીચે ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવા માટે લોકોએ ભેગા મળી કારને એક સાઇડથી ઊંચી કરી પલટી હતી અને વ્યક્તિને બહાર કાઢી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App