રાજસ્થાનમાં જેમ ચુંટણી નજીક આવી રહી છે ત્યારે જ હાહાકાર મચાવનારી ઘટના બની છે. રાજસ્થાનના ભાજપના પૂર્વ નેતા બપુલાલ અંજનાના 28 વર્ષના એકમાત્ર દીકરો બંટી ઉર્ફે વિકાસ અંજનાની દિનદહાડે હત્યા કરવામાં આવી છે. ગુરવારના રોજ સાંજે 5 વાગ્યે 3 જેટલા બદમાશોએ ઘેરી લીધો અને છાતીના ભાગે 8 ગોળીઓ મારી હતી. ફાયરીંગમાં તેનું ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના છે રાજસ્થાનના ચિતોડગઢના નિમ્બહેરાની છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ના વીડિઓ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, કેસુંદાનો રહેવાસી બંટીના મિત્ર લલિત પ્રજાપતીની 6 મહિનાની દીકરીનું મૃત્યુ થયું હતું. બંટી તેના બીજા મિત્રો વિકાસ અને દેવેન્દ્ર સાથે લલિતના ઘરે શોક સભામાં ગયો હતો. લલિતને મળ્યા પછી ત્રણેય મિત્ર એક જ બાઇક પર પાછા ફર્યા હતા.
સાંજે 5 વાગ્યે રસ્તામાં નિમ્બહેરા જેલની સામે એક બદમાશે તેમની બાઇક રોકી હતી. બાઇક રોકતાની સાથે જ બદમાશે તેના ખિસ્સામાંથી બંદુક કાઢી હતી. બંદુક જોઈને વિકાસ અને દેવેન્દ્ર દોડીને એક ખૂણામાં છુપાઈ ગયા. બંટી બદમાશ સામે એકલો પડી ગયો. ત્યારે જ પાછળથી બે બીજા બદમાશો બાઇક પર આવ્યા હતા. તેઓએ બંટીને પકડીને કારની પાછળ લઈ ગયા અને ત્યાં તેઓ ફાયરીંગ કર્યું હતું.
ત્રણ બદમાશોએ બંટી પર લગભગ 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને તેમાંથી 8 ગોળીઓ બંટીને વાગી હતી. વીડિયોમાં 3 બદમાશો ફાયરિંગ કર્યા પછી ભાગતા જોવા મળી રહ્યા છે. ગોળીબાર પછી બંટી 5 મિનિટ સુધી રસ્તા પર જ તડપી રહ્યો હતો. ત્યારપછી, બંટીના બંને મિત્રો પાછા આવ્યા અને સાઇબર પોલીસની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. જેલની નજીક લગાવેલા સીસીટીવી વીડિઓ પણ સામે આવ્યા છે. જે સમયે આ ઘટના બની તે સમયે લોકોની અવર-જવર પણ ચાલુ હતી.
એકમાત્ર દીકરાના મૃત્યુના સમાચાર સાંભળતા જ ભાજપના નેતા બાપુલાલ અંજના હોસ્પિટલ પોહચી ગયા હતા. તેની સાથે પૂર્વ મંત્રી શ્રીચંદ ક્રિપલાણી,પૂર્વ ધારાસભ્ય અશોક નવલખા,ભાજપ શહેર બોર્ડના પ્રમુખ નીતિન ચતુર્વેદી પણ ત્યાં હાજર હતા. જ્યાં સુધી ગોળીમારનારની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ તેમના દીકરાની બોડી સ્વીકારવાની ના પાડી દીધી. હાલમાં તેઓના 100થી 150 સમર્થકો અને પરિવારના સભ્યો જિલ્લા હોસ્પિટલ, નિમ્બહેરા બહાર બેઠા છે. બંટી એકમાત્ર પુત્ર હતો. તેની બહેન પરિણીત છે. બંટી પોતે ખેતીકામ કરતો હતો. તેને એક વર્ષની દીકરી પણ છે.
દરેકની ઉંમર 25 થી 30 વર્ષની હતી. બંટી ત્યાં એકલો પડી ગયો. ત્રણેયએ બંટી પર ફાયરિંગ કર્યું હતું. તે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. આ ઘટના બાદ ઘણા લોકો ભેગા થયા હતા. બંટી બોલી શકતો નહોતો. અમે બધા તેને જિલ્લા હોસ્પિટલ લઈ આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.