જન્મ દિવસે જ જીગરજાન મિત્રોએ બર્થડે બોયનું ઢીમ ઢાળી દીધું- કારણ જાણી પગતળેથી જમીન સરકી જશે

Published on: 3:41 pm, Tue, 6 June 23

Friends killed a friend on his birthday in Mumbai: મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai, Maharashtra) માં ચાર મિત્રોએ પોતાના જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતમાં મુંબઈના ઉપનગરીય ગોવંડી (Govandi) માં 18 વર્ષીય યુવકની તેના ચાર મિત્રોએ 10,000 રૂપિયાનું ફૂડ બિલ ચૂકવવાના વિવાદમાં હત્યા કરી હતી. મળેલી માહિતી અનુસાર હત્યારાઓમાં બે સગીર છે, હાલ પોલીસે સગીરોને કસ્ટડીમાં લીધા હતા અને બાકીના આરોપીઓની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના 19 અને 22 વર્ષની વયના બે આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સગીર છોકરાઓએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું અને બાદમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શિવાજી નગર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકે 31 મેના રોજ ઢાબા પર જન્મદિવસની પાર્ટી આપી હતી.

જન્મદિવસની પાર્ટીનું ફૂડ બિલ લગભગ રૂ. 10,000 આવ્યું હતું. પીડિત અને તેના મિત્રો વચ્ચે બિલ વહેંચવા બાબતે ઝઘડો થયો હતો, પરંતુ તેણે પોતાના ખિસ્સાના ચૂકવણી કરીને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં ચારેય આરોપીઓએ બીજી બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમના મિત્રને કાર્યક્રમમાં બોલાવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર કેક ખવડાવ્યા બાદ ચારેય મિત્રોએ તેના પર તીક્ષ્ણ હથિયારોથી ઘણી વાર હુમલો કર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ 17 વર્ષની વયના બે સગીરોએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

જ્યારે બાકીના આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી, તેઓ ઉત્તર પ્રદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સગીર છોકરાઓને સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે આરોપીઓની ભારતીય દંડ સંહિતા (IPC) ની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી છે. હાલ પોલીસ સમગ્ર આ મામલે કાયદે સરની કાર્યવાહી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "જન્મ દિવસે જ જીગરજાન મિત્રોએ બર્થડે બોયનું ઢીમ ઢાળી દીધું- કારણ જાણી પગતળેથી જમીન સરકી જશે"

Leave a comment

Your email address will not be published.


*