Surat Sumul Dairy Ghee: વરાછામાં અરિહંત કરિયાણા અને ગાંધી કિરાણાની દુકાનમાં ગ્રાહકોને અંધારામાં રાખી સુમુલનું નકલી ઘી દુકાન માલિકો દ્વારા વેચવામાં આવી રહ્યું હતું અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગેની માહિતી સુમુલડેરીના(Surat Sumul Dairy Ghee) સ્ટાફને મળતા સુમુલ ડેરીના સ્ટાફે ગુરુવારે સાંજે વરાછા પોલીસને સાથે રાખી રેડ કરી હતી.તેમજ આ રેડ દરમિયાન 5890 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
5890 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારા પર તવાઈ આવી હતી. સુમુલ ડેરીના લીગલ અધિકારીઓને મળેલી બાતમીના આધારે ડુપ્લિકેટ ઘી વેચનારા પર દરોડા કરવામાં આવ્યાં હતાં.જેમાં પોલીસે પાલિકાના ફૂડવિભાગની મદદ લીધી હતી.તે દરમિયાન દુકાનમાંથી 1 લિટરના 7 અને 500 મિલીના 5 પાઉચ મળી આવ્યા હતા.તેમજ સુમુલ શુધ્ધ ઘીના નકલી 12 પાઉચ મળી 5890 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યોછે.
પોલીસે બે દુકાન માલિક બે ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડયા
આ અંગે સુમુલ ડેરીના લીગલ ડિપાર્ટમેન્ટના કર્મી દિપેશ ભટ્ટએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે દુકાનદાર મનુ વશરામ ગજેરા અને સાવલારામ અંબારામ ચૌધરીની સામે કોપીરાઇટ, ઠગાઈની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.તેમજ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સુમુલનું નકલી ઘી સુનિલ નામનો ઈસમ આપી જતો હતો.આ સુમુલ શુધ્ધી ઘીના નકલી પાઉચ લોગો સાથે બનાવી વેચાણ કરતા હતા.અને આ નકલી ઘીમાં ટોળકીએ સુમુલ ડેરીનો લોગો, ટ્રેડ માર્ક તથા FSSAI નંબર તેમજ એગમાર્ક લોગોનો ઉપયોગ કર્યો હતો.
આ અગાઉ પણ નકલી ચીજ વસ્તુઓનો વેપલો કરતા અનેક લોકો પકડાઈ ચુક્યા છે,જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા જોવા મળે છે.ત્યારે વરાછા વિસ્તારમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઇ આગળની તજવીજહઠ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App