સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. દિલ્હી-જયપુર હાઇવે પર એક બસ હાઈટેન્શન લાઇનથી અથડાયા પછી અકસ્માતનો શિકાર બની હતી. દિલ્હીથી જયપુર આવતા સમયે અચરોલ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો.
બસમાં કરંટ લાગ્યા પછી આગ લાગતાં કુલ 3 લોકોના મોત નીપજ્યા હતાં. જ્યારે કુલ 5 મુસાફરો ખુબ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. અકસ્માત સર્જાયા પછી તરત જ સ્થાનિક લોકોએ યાત્રીઓને બસમાંથી બહાર કાઢીને એમનો જીવ બચાવવામાં આવ્યો હતો. દુર્ઘટના પછી બસમાંથી કલાક સુધી આગની જ્વાળાઓ નીકળતી હતી.
રિવર્સ લેતા સમયે બેદરકારી ભારે પડી :
આ અકસ્માત જયપુર પાસે આવેલ અચરોલ વિસ્તારમાં સર્જાયો હતો. દિલ્હીથી જયપુર આવતી બસ એક પ્રાઇવેટ ઑપરેટર તરફથી સંચાલિત કરવામાં આવી રહી હતી. બસમાં કરન્ટ દોડવાની પાછળ કાર અચરોલમાં સ્ટોપ થયા પછી બસને રિવર્સ લેતા સમયે બેદરકારી ગણાવવામાં આવી રહ્યું છે. રિવર્સ લેતા સમયે બસ હાઈટેન્શન લાઇનથી અથડાતાં એમાં કરન્ટ લાગ્યો હતો.
કુલ 5 યાત્રીઓ થયા ગંભીર રીતે ઘાયલ :
અચાનક જ બસમાં કરન્ટ લાગતા મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો તેમજ કુલ 3 લોકોના મોત નીપજ્યા હતાં. જ્યારે કુલ 5 યાત્રીઓ બસમાં લાગેલ આગની ઝપેટમાં આવી જતા સળગી ગયા હતાં. અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસ અધિકારી જયપુર ગ્રામીણ શંકર દત્ત શર્મા ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં. અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતાં. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આમાંથી કેટલાક યાત્રીઓ દિલ્હીના વતની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle