Ahemdabad Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર નડિયાદના બિલોદરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કુદીને સામેની લેનમાંથી (Ahemdabad Accident) આવતી ટ્રકમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલક સહિત કારમાં સવાર મહિલા મળી ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં.
સુરતના પરિવારને ગોજારો અકસ્માત નડ્યો
તેમજ બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. રાજસ્થાનથી દીકરાનો લગ્ન પ્રસંગ પુરો કરીને સુરત પરત ફરી રહેલા સુરતના પરિવારને ગોજારો અકસ્માત નડયો હતો. સુરતના વરાછામાં રહેતા પ્રહલાદજી પુરોહિતના દીકરા કપિલના લગ્ન રાજસ્થાન ખાતે હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે ગાડી લઈ રાજસ્થાન ગયા હતા. લગ્ન પુરાં કરીને તેઓ રાજસ્થાનથી પરત સુરત જઈ રહ્યાં હતાં. તેઓ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નડિયાદ નજીક બિલોદરા ગામ નજીક ગાડીનું ટાયર ફાટયું હતું.
કેવી રીતે બની ઘટના
નડીયાદ રૂરલ પોલીસે જણાવ્યું કે, ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર કૂદીને કેન્ટનર ટ્રક સાથે અથડાઈ હતી. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બિલોદ્રા ગામ પાસેથી આ પરિવાર કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટાયર ફાટતાં ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને સામેની તરફથી આવતાં ટ્રક સાથે અથડાઈ હતી.
કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા કારના કાટમાળને હટાવ્યો
ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડ કુદીને રોંગ સાઈડની લેનમાં વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકમાં ઘુસી ગઈ હતી. પરિણામે ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા. તેમજ ગાડી ચાલક દલપતભાઈ ચમાનાજી પુરોહીત, તેમના માતા સુભઢીદેવી ચમનાજી પુરોહીત અને દિનેશ પરભારામ પુરોહિતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મનિષાબેન દિનેશભાઈ પુરોહિત અને ફુલારામ છોગાજી પ્રજાપતિને ઈજા પહોંચી હતી.
ગાડી ટ્રકમાં ઘુસ્યાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. જેથી સ્થળ પર સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા કારના કાટમાળને હટાવ્યો હતો. ત્રણ લાશને બહાર કાઢી હતી અને બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયાં હતાં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App