ગુજરાત માટે સોમવાર બન્યો ગોઝારો: બે સ્થળે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત

Amreli Accident: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષા અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં (Amreli Accident) બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજુલા પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.તો બીજી તરફ આણંદમાંથી પણ ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના કરુણ મોત નિપજ્યાં છે

અમરેલીમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત થયું
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષા અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજુલા પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આણંદમાં 2 લોકોના મોત
આણંદમાં એક અકસ્માત સર્જાયો હતો.જેમાં બ્રીજ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા આસપાસથી લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. જે બાદ આ અંગે એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.ત્યારે ડોકટરે બન્નેને મૃત જાહેર કાર્ય હતા.અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને તારાપુરના વતની હતા.