Surat Accident News: સુરતના ડીંડોલી વિસ્તારમાં બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક પર જતા પિતા-પુત્ર તેમજ એક રાહદારીને અડફેટે લીધા હતા. અકસ્માતની(Surat Accident News) આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતમાં સ્પષ્ટ ડમ્પર ચાલાકની બેદરકારી દેખાઈ રહી છે. અકસ્માતને પગલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતા-પુત્ર ડમ્પર નીચે આવૈ જતા ગંભીર ઇજા
સુરતમાં ડમ્પરચાલકો બેફામ બન્યા છે. બેફામ દોડતાં ડમ્પરોએ અનેક જિંદગીઓનો ભોગ લીધો હોવા છતાં પણ આજ સુધી ડમ્પર દ્વારા થતાં અકસ્માતોના બનાવમાં ઘટાડો થયો નથી. ત્યારે સુરતના ડીંડોલીમાં ફરી એકવાર ડમ્પરના કારણે અકસ્માતની ઘટના બની છે.
જેમાં 35 વર્ષીય દિનેશભાઈ અને તેમનો નવ વર્ષીય પુત્ર કેતન ગાડી પર પસાર થઇ રહ્યા હતા.તે સમયે બેફામ આવતા ડમ્પરચાલકે આ બાઇકને અડફેટે લેતા પિતાપુત્ર બંને ડમ્પર નીચે આવી ગયા. જો કે રાહતની વાત તો એ છે કે આ ઘટનામાં પિતા પુત્રનો ચમત્કારિક બચાવ થયો છે. પરંતુ તેમને પગમાં અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.આ સાથે અન્ય એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઘટના સીસીટીવીમાં થઇ કેદ
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે માતેલા સાંઢની જેમ ડમ્પર ચાલક પસાર થૈ રહ્યો છે જેને બાઇકને અડફેટે લીધી હતી. જે બાદ જીબીના થાંભલા સાથે ડમ્પર અથડાયું હતું. જો કે આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. તેમજ આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ડમ્પરચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ડમ્પરચાલક ડ્રાઇવરની અટકાયત કરી
મહત્વનું છે કે સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તે પ્રકારે રોડ પર અવાર-નવાર અકસ્માત સર્જે છે. જેમાં અનેક વખત ગંભીર અકસ્માત પણ સર્જાઈ ચુક્યા છે. ડીંડોલીમાં સર્જાયેલા અકસ્માતને પગલે તાત્કાલિક જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ડમ્પરચાલક ડ્રાઇવરની અટકાયત કરી લીધી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App